મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે મોરબીના મણિમંદિર ખાતે મંત્રીની હાજરીમાં આશિર્વાદના દિવડાનો કાર્યક્રમ યોજાયો


SHARE





પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે મોરબીના મણિમંદિર ખાતે મંત્રીની હાજરીમાં આશિર્વાદના દિવડાનો કાર્યક્રમ યોજાયો

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે આજે દેશભરમાં અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા ત્યારે મોરબીમાં આવેલ મણિમંદિર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ‘આશિર્વાદના દિવડા’ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને ખાસ કરીને રાષ્ટ્ર અને જનતાની સેવામાં સમર્પિત 25 વર્ષના સફળ સેવાકાર્યો તેમજ ‘વિકસિત ભારત 2047’ ના ભવ્ય સંકલ્પ અન્વયે આ કાર્યક્રમ યોજાયો હતો અને આગામી એક મહિના સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમ યોજાશે.

મોરબીમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાકક્ષાનો ‘આશિર્વાદના દિવડા’ કાર્યક્રમ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76 માં જન્મ દિવસ નિમિતે દેશભરમાં ઉજવણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ઠેરઠેર વિવિધ કાર્યક્રમ યોજાયા હતા ત્યારે મોરબીમાં આવેલ મણિમંદિર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં 5000 થી વધુ લોકોની હાજરીમાં આશિર્વાદના દિવડા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે લોકોને દિવડા તેમજ દિપમાળા પ્રગટાવીને આરતીમાં જોડાયા હતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ધયું માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. આ તકે મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોની સેવા કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં દેશની વધુ સેવા કરવા માટે ભગવાન તેઓને શક્તિ અને તન્દુરસ્તી આપે તેના માટે આજે સહુકોઈએ પ્રાર્થના કરેલ છે. અંતમાં કલેકટર સ્વ્પનિલ ખરેએ જણાવ્યુ હતું કે આજથી એક મહિના સુધી મોરબી જીલ્લામાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ આરોગ્ય, જનકલ્યાણ, સ્વચ્છતા શ્રમદાન સહિતના આયોજનો કરવામાં આવ્યા છે અને આ કાર્યક્રમોને જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવે તેના માટેના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં માજી મંત્રી જયંતીભાઈ કવાડીયા, મેયર ઉતમભાઈ સુરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, શહેર ભાજપના પ્રમુખ નૈમિષભાઈ પંડિત, ભાજપ આગેવાનો, મહાપાલિકાના કોર્પોરેટરો અને નગરજનો તેમજ કમિશનર, ડીડીઓ, એસપી સહિતના અધિકારીઓએ સહિતના લોકો હાજર રહ્યા હતા અને તેઓએ પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી અને ત્યાર બાદ મંત્રી સહિતના તમામ લોકોને મણીમંદિરના પટાંગણમાં ગરબા પણ લીધા હતા.




Latest News