મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત


SHARE





મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત
મોરબીના રવાપર ગામેથી જડેશ્વર જતા રોડમાં ઘુનડા (સજનપર) ગામમાં નીકળતા બાયપાસ રોડના ડીમોલીશનની કામગીરીમાં ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.તેવી લેખીત ફરીયાદ માર્ગ અને મકાન વિભાગના એકઝીકયુટીવ એન્જીનીયરને કરવામાં આવેલ છે.

ટંકારાના ઘુનડા (સ.) ગામે રહેતા પ્રભુભાઈ વાલજીભાઈ રંગપડીયાએ લેખીતમાં કરેલી રજૂઆતમાં જણાવેલ છે કે ઘુનડા ગામે ગામની વચ્ચેથી નીકળતા આ રોડને ગામમાંથી બાયપાસ કરીને ગામની બહારથી રોડ બનાવવો જોઇએ.તેમ કર્યુ નથી ઉપરથી હાલ ગામ વચ્ચેથી નીકળતા રોડના ડીમોલીશનની કામગીરીમાં પણ વહાલા દવસાની નિતીથી કામ કરવામાં આવી રહ્યુ છે.જેમાં પ્રથમ સર્વે મુજબ જે જગ્યાએથી સેન્ટર લાઈનની બંને બાજુએથી સરખા ભાગે ડીમોલીશન કરવાનું નકકી થયુ હતું તેને બદલે એક તરફ વધુ અને બીજી તરફ ઓછું ડીમોલીશન કરી આ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.આ રજૂઆત છતાં જો એક સપ્તાહમાં યોગ્ય કાર્યવાહી નહિં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ પ્રભુભાઇ દ્રારા ઉચ્ચારવામાં આવી છે.




Latest News