મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ


SHARE





હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ

થોડા સમય પહેલા મોરબી તાલુકાના વીરપરડા ગામ પાસે કુવામાં રહેલું પાણી દરિયાના મોજાની જેમ હાલકડોલક થતું હતું ત્યારબાદ હવે હળવદ તાલુકાના માનગઢ ગામે રહેણાંક વિસ્તારમાં જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળી રહ્યા છે જેથી લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે જોકે, આ અંગેની ગ્રામજન દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા તલાટી મંત્રી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેઓએ સ્થળ તપાસ બાદ ટીડીઓ સહિત સબંધીત વિભાગના અધિકારીઓને આ અંગેની જાણ કરી છે અને હાલમાં ભૂસ્તર વિભાગ તેમજ જીપીસીબીના અધિકારીઓની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

હળવદના માનગઢ ગામે રહેતા જલ્પેશભાઈ રતિલાલભાઈ પટેલના રહેણાંક મકાન અને ત્યાં આવેલા ઇલેક્ટ્રીક વીજપોલની નીચેના ભાગમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા હતા જેથી આ અંગેની તેઓએ તાત્કાલિક ગામના તલાટી મંત્રી તથા મામલતદાર સહિતનાઓને જાણ કરી હતી અને આ બનાવની ગામના લોકોને જાણ થતા ગામના લોકો પણ ઘટના પહોંચ્યા હતા અને ત્યાં સ્થળ ઉપર જ્યાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા હતા તે જગ્યાએ જમીન ગરમ જોવા મળતી હતી જેથી લોકોમાં ભારે કુતુલ જોવા મળ્યું હતું. આ બનાવની જાણ થતા સ્થળ ઉપર પહોંચેલા તલાટી મંત્રી દિપકભાઈ હડિયલ પાસેથી મળતી વિગત પ્રમાણે જલ્પેશભાઈ પટેલના રહેણાંક મકાન પાસેથી ગરમ વરાળ જેવા ધુમાડા જમીનની નીચેથી નીકળતા હોય તેવું જોવા મળ્યું હતું જેથી તેઓએ આ અંગેની ટીડીઓને જાણ કરી છે તથા સંબંધી વિભાગને જાણ કરી હતી જેથી ભૂસ્તર વિભાગ અને જીપીસીબીના અધિકારીઓ દ્વારા આગળની તપાસ કરવી હાથ ધરવામાં આવી છે જોકે, જમીનની નીચેથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળે છે અને જમીન પણ ગરમ થઈ ગઈ છે જેથી જમીનમાંથી ગેસ નીકળે છે કે પછી ગરમ વરાળ નીકળે છે તે તપાસનો વિષય બનેલ છે અને કયા કારણોસર જમીનમાંથી ગરમ વરાળ નીકળે છે તેને લઈને અનેક તર્ક વિતરક ગ્રામજનોમાં થવા લાગ્યા છે જ્યારે બીજી બાજુ તંત્ર ધંધે લાગ્યું છે અને સેમ્પલિંગ લેવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.




Latest News