મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આવેલ ભારતી વિધાલય શાળામાં લોકશાહી પર્વની ઉજવણીના ભાગરૂપે વિધાર્થી મંત્રી મંડળની ચુંટણી યોજવામાં આવી હતી જેમાં સાત અલગ અલગ વિભાગના મંત્રીની ચુંટણી થયેલ હતી અને સાત મંત્રીઓના પદમાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, ગૃહમંત્રી, શિસ્તમંત્રી, શિક્ષણમંત્રી, સાંસ્કૃતિક મંત્રી, રમત ગમત મંત્રીનો સમાવેશ કર્યો હતો અને આ ચૂંટણી કાર્યક્રમમાં શાળાના કુલ 28 વિધાર્થીઓ ઉમેદવાર બન્યા હતા અને શાળાના ધો.  5 થી 12 ના વિધાર્થીઓએ તેમને યોગ્યતા મુજબ મત આપેલ હતા આ કાર્યક્રમમાં શ્રીમતી ધર્મિસ્ઠાબેન કડીવાર (EI-મોરબી), લાલજીભાઈ મહેતા (શાળા સ્થાપક), જયરાજસિંહ જાડેજા (પૂર્વ ઉપપ્રમુખ, મોરબી નગરપાલિકા) તેમજ વોર્ડ નં. 3 ના કોર્પોરેટર ભૂપતભાઇ જારીયા, શ્રીમતી અર્પિતાબા જાડેજા તેમજ પુષ્પરાજસિંહ જાડેજા અને કેતનભાઈ બોપલિયા હજાર રહ્યા હતા અને શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ મહેમાનોને શાળા દ્વારા યોજાયેલ ચૂંટણીની માહિતી આપી હતી. અને મત ગણતરી પૂરી કરીને વિજેતા બાળ મંત્રીઓના નામ જાહેર કર્યા હતા જો કે, શપથવિધિનો કાર્યક્રમ તા. 19/ 9ના રોજ યોજાશે. આ સાથે મહેમાનોના હસ્તે શાળાના મેદાનમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. અને શાળા પ્રમુખ હિતેશભાઈ મહેતાએ સારા અને યોગ્ય ઉમેદવારોને મત આપવાની વિધાર્થીઓને અપીલ કરેલ હતી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટાફે જહેમત ઉઠાવી હતી




Latest News