મોરબી જીલ્લામાં કોરોનાના બંને ડોઝ લેવા છતાં હળવદના ધારાસભ્યને કોરોના પોઝિટિવ
મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીની પ્રમુખ પદ રાજુભાઈ ભંભાણી વિજેતા
SHARE









મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીની પ્રમુખ પદ રાજુભાઈ ભંભાણી વિજેતા
મોરબીના શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં ૬૮૦ આવાસોમાં રહેતા લોકો દ્વારા સોસાયટીમાં વિકાસના વિવિધ મુદાઓને ધ્યાને લઈને પ્રમુખ માટે મતદાન કરવામાં અવાયું હતું જેમાં ત્રણ વ્યક્તિએ ઉમેદવારી કરી હતી અને બાદમાં એક વ્યક્તિએ ઉમેદવારી પાછી ખેચી લીધી હતી જેથી કરીને બે ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ હતો અને ૨૯૪ મતદાન પડ્યા હતા જેમાંથી રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણીને ૧૫૯ મત મળ્યા હતા જયારે મણીલાલ મોહનભાઈ વિઠલાણીને ૧૩૩ મત મળ્યા હતાં. અને બે મતો કેન્સલ થયા હતાં. આમ ૨૬ મતોની સરસાઈથી રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આ ચુંટણીની કામગીરીમાં જનક રાજા, મહેન્દ્રભાઈ મકવાણા, જીતેન્દ્રભાઈ પિત્રોડાએ સેવા આપી હતી.
