માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પાટીદાર સમાજનું સ્નેહમિલન યોજાયું


SHARE

















મોરબીમાં કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પાટીદાર સમાજનું સ્નેહમિલન યોજાયું

મોરબી શ્રી સરદાર પટેલ પાટીદાર સમાજ દ્વારા શનાળા પાસે આવેલ ઓમ શાંતિ ઈગ્લીશ મીડિયમ સ્કુલ ખાતે સ્નેહ મિલનનો કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં કૃષિપશુપાલનગૌસંવર્ધન કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અધ્યક્ષસ્થાનેથી મંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે સમાજની પ્રગતિ માટે શિક્ષણ, સંગઠનસંઘર્ષ ખૂબજ જરૂરી છે અને બાળકો સારૂ શિક્ષણ મેળવે તે ખૂબ જરૂરી છે. તેમજ સમાજના સંગઠનથી સુખ દુ:ખમાં મદદરૂપ થઈ શકાય અને એકબીજાને મદદરૂપ થઈ આગળ વધી શકાય છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત પંચાયતશ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે આપણે સરદાર પટેલના વસંજો છીએ અને સરદાર પટેલે આપેલ શીખ યાદ રાખીને ચાલીએ. તેમજ સમાજના વડીલોએ જે વારસો આપ્યો છેતેનું જતન કરીએ અને શ્રેષ્ઠ ભારત બનાવવામાં મદદ રૂપ થઈએ. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન થાય તો આવતી પેઢી આગળ વધે અને સમાજની એકતાથી સમાજની પ્રગતિ થાય માણસ ગમે તે હોદ્દા પર પહોંચે પણ તેમની કુટુંબ ભાવના ન ભુલાવી જોઈએ અને ઘરમાં સુમેળભર્યું વાતાવરણ હોય તો લક્ષ્મીનો વાસ થાય છે.

આ કાર્યક્રમમાં અગ્રણી ડૉ. પ્રશાંત કોરાટટી.ડી. પટેલે પ્રસંગોચીત પ્રવચનો કર્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવનો હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જ્યારે સ્વાગત પ્રવચન સરદાર પટેલ પાટીદાર સમાજના મોરબીના પ્રમુખ સુમનભાઈ પટેલે કર્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના બાળકો દ્વારા સાસ્કૃતીક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અગ્રણી સર્વેશ્રી મગનભાઈ વડાવીયાભવનભાઈ ભાગીયાકે.પી.ભાગીયાઅજયભાઈ લોરીયાવિશાલ ઘોડાસરાકાંતિભાઈ ડોબરીયામયુરભાઈ વઘાસીયાઅશોકભાઈ દેવડાજયંતીભાઈ શેખડા સહિત સમાજના કુટુંબીજનો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા.




Latest News