મોરબીમાં કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પાટીદાર સમાજનું સ્નેહમિલન યોજાયું
હળવદના ચરાડવા પાસે નર્મદા કેનાલમાંથી મળેલ અજાણ્યા પુરુષની લાશમાં ઓળખ મેળવવા તજવીજ
SHARE









હળવદના ચરાડવા પાસે નર્મદા કેનાલમાંથી મળેલ અજાણ્યા પુરુષની લાશમાં ઓળખ મેળવવા તજવીજ
હળવદ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો બનાવ નોંધાયેલ છે જેમાં તા.૮/૧/૨૦૨૨ ના રોજ હળવદ તાલુકાના ચરાડવાથી સમલી રોડ ઉપર આવેલ નર્મદા કેનાલ પાણીમાં ચરાડવા ગામની સીમમાંથી મરણ ગયેલ હાલતમાં એક અજાણ્યા પુરૂષની લાશ મળી છે અને મરણ જનારની લાશની કોઇ ઓળખ થયેલ ન હોય કે તેના વાલી વારસ મળી આવેલ નથી.
આ બનાવમાં મરણ જનાર પુરૂષની આશરે ઉમર ૩૦ વર્ષ છે અને તેને બ્લ્યુ કલર જીન્સ પેન્ટ પહેરેલ છે (કમરનું માપ ૩૦ ઈંચ પેન્ટની લંબાઈ ૪૧ ઈંચ) શરીરે અને ચહેરાનો ભાગ તથા શરીર સંપૂર્ણ કોહવાય ગયેલ હાલતમાં છે તેમજ હાથ તથા પગની ચામડી સડી ગયેલ હોવાથી હાડકા દેખાય છે અને કોઈ કારણોસર પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હોય તેવું દેખાઈ રહ્યું છે આ મરણ જનારના વાલી વારસોએ હળવદના ઈનચાર્જ પોલીસ ઈન્સપેક્ટર આર.બી.ટાપરીયા (૯૮૨૫૮ ૨૭૮૪૩) અથવા હળવદ પોલીસ સ્ટેશન નં-૬૩૫૭૨ ૪૦૭૧૫ નો સંપર્ક કરવા ઇન્ચાર્જ પીએસઆઈ આર.બી.ટાપરીયાએ જણાવાયું છે.
