મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો


SHARE









ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો

શ્રી હળવદ કા રાજા ગણપતિ પંડાલ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે મેડિકલ કેમ્પનો કુલ મળીને 275 દર્દીઓએ લાભ લીધેલ હતો.  

આ કેમ્પનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ હતો અને ત્યારે લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ, શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ નવલભાઈ શુક્લ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે અને આ મહોત્સવ સમિતિના સંયોજક વિપુલભાઈ દવે સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અને ગણપતિ દાદાના પાંડલમાં આયોજિત કેમ્પમાં કેમ્પમાં સારવાર માટે આવેલા દરેક દર્દી નારાયણને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તેના માટેની સહુ કોઈએ પ્રાર્થના કરી હતી.

આ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીઓની તપાસ, તબીબી સલાહ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને નિઃશુલ્ક કન્સલ્ટેશન, X-Ray તથા જરૂરિયાત મુજબ દવાઓ સહિતની સેવાઓનો લાભ 275 દર્દીઓએ લીધો હતો. આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે આયોજક ટીમના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કેમ્પમાં આવેલ તબીબો તથા સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા જીતુભાઈ એરવાડિયા દ્વારા કરવામાં આવી હતી. આમ ગણેશજીની ભક્તિની સાથે દર્દી નારાયણની સેવાનો સંગમ હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં જોવા મળ્યો હતો.




Latest News