આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં મકરસંક્રાંતિએ પક્ષીઓને બચાવવા કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ રહેશે ખડેપગે


SHARE







મોરબીમાં મકરસંક્રાંતિએ પક્ષીઓને બચાવવા કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ રહેશે ખડેપગે

મોરબીમાં મકરસંક્રાંતિએ લોકો પોતાના ધાબા ઉપર ચડીને પતંગો ચગાવતા હોય છે ત્યારે ઘણા પક્ષીઓ ઘાયલ થાય છે તેને તાત્કાલિક સારવાર મળે તે માટે દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓના જીવાને બચાવવા માટે કર્તવ્ય જીવદયા ટ્રસ્ટના યુવાનો સહિતની ટિમ ખડેપગે રહેશે

છેલ્લા ચાર વર્ષથી મોરબીમાં કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ પશુ-પક્ષીઓની સેવા કરે છે અને ખાસ કરીને મોરબીમાં મકરસંક્રાંતિએ લોકો પતંગ ચગાવે છે અને પછી દોરીઓ જયા ત્યાં ફેંકી ડેટા હોય છે તેના લીધે સંખ્યાબંધ પશુપક્ષીઓને ઇજાઓ થાય છે અને ઘણાના મોત પણ થાય છે જો કે, ઇયજા થયેલા પક્ષીઓને બચાવવા માટે દર વર્ષે કર્તવ્ય જીવદયા ટ્રસ્ટના યુવાનો સહિતની ટિમ ખડેપગે રહેતી હોય છે આવી જ રીતે આ વર્ષે પણ ખડેપગે રહેશે અત્રે ઉલેખનીય  છે કે, ૧૮ થી ૨૫ વર્ષના ૫૦ જેટલા યુવાનો આ સંસ્થા ચલાવે છે. આ વર્ષે પક્ષીઓનો જીવ બચાવવા માટે પક્ષીઓ કહેતા હોય તેમ “મને બચાવો”ના ૭૦૦ થી વધુ પોસ્ટર વાહનોમાં અને જાહેર સ્થળો ઉપર લગાવવામાં આવેલ છે






Latest News