માળિયા (મી)ના વેજલપર ગામે તળાવમાં શંકાસ્પદ હાલતમાં કાચબાના મોત
મોરબી-વાંટાવદરમાં નિવૃત આર્મી જવાનોનું કરાયું ભવ્ય સ્વાગત-સન્માન
SHARE









મોરબી-વાંટાવદરમાં નિવૃત આર્મી જવાનોનું કરાયું ભવ્ય સ્વાગત-સન્માન
હળવદ તાલુકાના વાંટાવદર ગામના પાંચ જવાનો ૧૭ વર્ષ સુધી આર્મીમાં ફરજ બજાવીને નિવૃત થતા વાંટાવદર આહીર સમાજ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આ તકે આહીર કલ્પેશ વીરાભાઇ, આહીર દેવાયત હરિભાઈ, બારોટ નીતિન ગુણવંતભાઈ, પટેલ સુરેશ મગનભાઈ અને સોલંકી કિશન હીરાભાઈનું ધનાળા ગામના પાટિયેથી વાંટાવદર સુધી વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું તે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ આહીર સમાજ વાડી ખાતે આહીર સમાજના આગેવાનો દ્વારા કલ્પેશભાઈ વીરાભાઈ લોખીલનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, ચંદુભાઈ હુંબલ,ઉગાભાઈ રાઠોડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા
