મોરબી-વાંટાવદરમાં નિવૃત આર્મી જવાનોનું કરાયું ભવ્ય સ્વાગત-સન્માન
મોરબીના ઘૂંટુ રોડે બાઇકને ઠોકર મારતા નીચે પડી ગયેલા યુવાન ઉપર ડમ્પર ફરી વળતાં ઘટના સ્થળે જ મોત
SHARE









મોરબીના ઘૂંટુ રોડે બાઇકને ઠોકર મારતા નીચે પડી ગયેલા યુવાન ઉપર ડમ્પર ફરી વળતાં ઘટના સ્થળે જ મોત
મોરબીના ઘૂંટુ રોડ ઉપરથી બાઇક લઇને પસાર થતાં યુવાનને પાછળથી ડમ્પર ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને બાઇક ચાલક રોડ નીચે પટકયો હતો અને ત્યારે યુવાન ઉપર ડમ્પરના ટાયર ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને આ બનાવમાં મૃતક યુવાનના સાળાએ હાલમાં મોરબી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી ડમ્પર ચાલકને પકડવા માટે થઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ કર્ણાટકના રહેવાસી અને હાલમાં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ૨૧૮ નંબરના મકાનમાં ભાડે રહેતા નાગરાજભાઇ ટોલીયાગોડાભાઇ ઉમાચેડી જાતે હિન્દુ લીંગાયત (ઉ.૨૯)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નં. જીજે ૩ એટી ૩૮૫૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના બનેવી મંજુનાથ બસપ્પાભાઇ અકકી (ઉ.૪૪) તેનું મોટરસાયકલ નંબર જીજે ૧૮ એએન ૦૭૩૪ લઈને મોરબીના ઘૂંટુ રોડ ઉપર કનૈયા પાન પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ડમ્પરના ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદી યુવાનના બનેવી મંજુનાથ બસપ્પાભાઇ અકકી રોડ ઉપર નીચે પડી ગયા હતા અને ત્યારે ડમ્પરના ટાયર તેના ઉપરથી ફરી વળ્યા હતા જેથી ગંભીર ઈજા થવાના કારણે મંજુનાથ બસપ્પાભાઇ અકકીનું મૃત્યુ નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના સાળાની મોરબી બી ડિવિઝન પોલીસે ફરિયાદ લઈને આરોપી ડમ્પર ચાલકને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે
