મોરબીના ઘૂંટુ રોડે બાઇકને ઠોકર મારતા નીચે પડી ગયેલા યુવાન ઉપર ડમ્પર ફરી વળતાં ઘટના સ્થળે જ મોત
મોરબીમાં દારૂનો ધંધાર્થીના ઘરમાંથી દારૂ, બીયર અને હથિયાર મળ્યા !, આરોપીની શોધખોળ
SHARE









મોરબીમાં દારૂનો ધંધાર્થીના ઘરમાંથી દારૂ, બીયર અને હથિયાર મળ્યા !, આરોપીની શોધખોળ
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા શખ્સના ઘરે દારૂ અને બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તેના ઘરની અંદર દારૂ-બિયર માટે તેને રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂ અને બિયરની ૮૭ બોટલ ઘરમાંથી મળી આવી હતી તેની સાથોસાથ છરી, ગુપ્તી અને તલવાર પણ ઘરમાંથી મળી આવેલ હોય હાલમાં પોલીસે એક શખ્સની સામે પ્રોહિબિશન અને જાહેરનામાં ભંગનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા રોહિતભાઈ ઉર્ફે બલૂભાઈ બાબુભાઈ કોળીના રહેણાંક મકાનમાં દારૂ અને બિયરનો જથ્થો હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૩૫ બોટલ દારૂ તેમજ જુદી જુદી બ્રાન્ડનો ૫૨ બોટલ બિયર મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ બિયરની બોટલો કબ્જે કરી ૧૮૩૨૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીના ઘરની અંદરથી છરી, તલવાર અને ગુપ્તી મળી આવેલ હોય પોલીસે હાલમાં આરોપી રોહિત ઉર્ફે બલુ કોળી સામે પ્રોહિબિશન અને જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
