મોરબીમાં દારૂનો ધંધાર્થીના ઘરમાંથી દારૂ, બીયર અને હથિયાર મળ્યા !, આરોપીની શોધખોળ
મોરબીના લીલાપર પાસે નદીના કાંઠે જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા
SHARE









મોરબીના લીલાપર પાસે નદીના કાંઠે જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા
મોરબી નજીકના લીલાપર ગામે મચ્છુ નદીના કાંઠે જુગાર રમતા હોવાની બાતમીના આધારે ત્યાં તાલુકા પોલીસની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતાં ૩ શખસો ૪૪૨૦ રૂપિયાની રોકડ સાથે ઝડપાયા હતા જેથી કરીને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના લીલાપર ગામને મચ્છુ નદીના કાંઠે પુલ નીચે જુગાર રમતા હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસની ટીમને મળી હતી માટે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને સ્થળ ઉપરથી નાગજીભાઇ ગોકળભાઇ દેગામા જાતે કોળી ઉ.૫૭, રાજેશભાઇ ઉર્ફે રાજુ લક્ષ્મણભાઇ ઉચાસણા જાતે કોળી ઉ.૩૬ અને ભરતભાઇ જીવણભાઇ અગેચાણીયા જાતે કોળી ઉ.૪૦ રહે. ત્રણેય લીલાપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેઓની પાસેથી પોલીસે ૪૪૨૦ રૂપિયાની રોકડ કબજે કરીને ત્રણેય શખ્સોની ધરપકડ કરી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
વરલી જુગાર
મોરબી શહેરના ગ્રીન ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે આનંદ કલ્પેશભાઈ ભટ્ટ જાતે બ્રાહ્મણ (ઉંમર ૨૮) રહે. પારેખ શેરી મોરબી તેમજ આશિષભાઈ સુરેશભાઈ કપટા જાતે બ્રાહ્મણ (ઉંમર ૨૭) રહે, નાની બજાર સુથાર સેરી મોરબી વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા માટે પોલીસે તેઓની પાસેથી ૭૦૦ રૂપિયાની રોકડ અને અન્ય સાહિત્ય કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
