વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂનો ધંધાર્થીના ઘરમાંથી દારૂ, બીયર અને હથિયાર મળ્યા !, આરોપીની શોધખોળ


SHARE







મોરબીમાં દારૂનો ધંધાર્થીના ઘરમાંથી દારૂ, બીયર અને હથિયાર મળ્યા !, આરોપીની શોધખોળ

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા શખ્સના ઘરે દારૂ અને બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તેના ઘરની અંદર દારૂ-બિયર માટે તેને રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂ અને બિયરની ૮૭ બોટલ ઘરમાંથી મળી આવી હતી તેની સાથોસાથ છરી, ગુપ્તી અને તલવાર પણ ઘરમાંથી મળી આવેલ હોય હાલમાં પોલીસે એક શખ્સની સામે પ્રોહિબિશન અને જાહેરનામાં ભંગનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા રોહિતભાઈ ઉર્ફે લૂભાઈ બાબુભાઈ કોળીના રહેણાંક મકાનમાં દારૂ અને બિયરનો જથ્થો હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૩૫ બોટલ દારૂ તેમજ જુદી જુદી બ્રાન્ડનો ૫૨ બોટલ બિયર મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ બિયરની બોટલો કબ્જે કરી ૧૮૩૨૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીના ઘરની અંદરથી છરી, તલવાર અને ગુપ્તી મળી આવેલ હોય પોલીસે હાલમાં આરોપી રોહિત ઉર્ફે બલુ કોળી સામે પ્રોહિબિશન અને જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News