વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો
Breaking news
Morbi Today

મોરબીના વિદ્યુતનગરમાં ગરબી ચોક પાસે રહેતા વિપ્ર પરિવારની દીકરી ગુમ


SHARE







મોરબીના વિદ્યુતનગરમાં ગરબી ચોક પાસે રહેતા વિપ્ર પરિવારની દીકરી ગુમ

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં સર્કિટ હાઉસ સામેના ભાગમાં આવેલ વિદ્યુતનગરમાં ગરબી ચોક પાસે રહેતા વિપ્ર પરિવારની દીકરી ગુમ થઈ ગયેલ છે જેથી હાલમાં ગુમ થયેલ દીકરીના પિતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગરમાં ગરબી ચોક પાસે રહેતા દિપેશભાઈ નવનીતભાઈ રાવલ જાતે બ્રાહ્મણ (ઉંમર ૫૨)એ તેની ૧૮ વર્ષ  અને ૯ મહિનાની દીકરી અંજલીબેન દિપેશભાઈ રાવલ પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર તા. ૧૦/૧ ના રોજ રાત્રીના સમયે પોતાના ઘરેથી નીકળી ગયેલ છે અને અંજલીની શોધખોળ કરવા છતાં પણ તેનો કોઇ જગ્યાએથી પતો નહીં લાગતા હાલમાં દિપેશભાઈ રાવલે તેની દીકરી ગુમ થઈ હોવા અંગેની ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા પોલીસે ગુનો નોંધી યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News