મોરબીના જાંબુડિયા પાસે રાજસ્થાની ટ્રક ટ્રેલરમાંથી ૨૧ બોટલ દારૂ સાથે બે રાજસ્થાની શખ્સ ઝડપાયા
SHARE









મોરબીના જાંબુડિયા પાસે રાજસ્થાની ટ્રક ટ્રેલરમાંથી ૨૧ બોટલ દારૂ સાથે બે રાજસ્થાની શખ્સ ઝડપાયા
મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં સિરામિક કારખાના પાસે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં રાજસ્થાની ટ્રક ઊભો હતો જે ટ્રક ટ્રેલરને પોલીસે ચેક કરતાં તેમાંથી દારૂની ૨૧ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ તથા ટ્રક ટ્રેલર મળીને ૧૦.૧૧ લાખના મુદ્દામાલ સાથે હાલમાં બે રાજસ્થાની શખ્સોની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
મોરબીની આસપાસમાં પથરાયેલા સિરામિક ઉદ્યોગમાં મોટા ભાગે રાજસ્થાનથી મટિરિયલ્સ આવે છે અને રાજસ્થાનથી આવતા માલ મટિરિયલ્સની સાથે દારૂનો જથ્થો પણ મોરબી પંથકમાં ઘુસાડવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી આવી જ રીતે મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં મેક્સ ગ્રેનીટો પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં ટાટા કંપનીનો ટ્રક ટ્રેલર નંબર આર.જે. ૫૧ જીએ ૭૫૫૨ ને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેમાથી ૨૧ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૧,૨૫૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ૧૦ લાખ રૂપિયાની કિંમતનો ટ્રક ટ્રેલર મળીને કુલ ૧૦,૧૧,૨૫૦ નો મુદ્દામાલ કબજે કરીને હાલમાં ભાગચંદ દ્વારકાદાસ વૈષ્ણવ જાતે બાવાજી (ઉંમર ૩૦) રહે રાજસ્થાન અને મહાવીર ભવરલાલ વૈષ્ણવ જાતે બાવાજી (ઉંમર ૪૦) રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરી છે અને તેની પાસે જે દારૂનો જથ્થો હતો તે મોરબીમાં કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે
