મોરબીના વિદ્યુતનગરમાં ગરબી ચોક પાસે રહેતા વિપ્ર પરિવારની દીકરી ગુમ
વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મતદાનમાં ટાઢોડું !: પ્રારંભે મતદારોની પાંખી હાજરી
SHARE









વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મતદાનમાં ટાઢોડું !: પ્રારંભે મતદારોની પાંખી હાજરી
વાંકાનેર માર્કેટ યાર્ડની ૧૫ બેઠકો માટે આજે ચૂંટણી છે જેના માટે નવા વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે જો કે, વાતાવરણ ઠંડુગાર હોવાથી મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે અને આ ચુંટણીમાં જુદીજુદી પેનલોમાં બંને રાષ્ટ્રીય પક્ષ દ્વારા તેના ઉમેદવારો ઊભા કરવામાં આવેલ છે પરંતુ વેપારી પેનલની ચાર બેઠક સામે એક જ ઉમેદવાર ભાજપને મળેલ છે જેથી ત્રણ બેઠક કોંગ્રેસ માટે નિશ્ચિત થઈ ગઈ છે તો પણ ચૂંટણીનાં પરિણામમાં રસાકસી રહેશે તેવું ચરચરી રહ્યું છે
વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદાની આગેવાનીમાં તેમજ કોંગ્રેસનાં આગેવાન હરદેવસિંહ જાડેજા સહિતના હોદેદારો અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ દ્વારા વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા કરવામાં આવેલ છે અને ખેડુત પેનલની ૧૦, વેપારી પેનલની ચાર અને સંઘ પ્રોસેસિંગની એક એમ કુલ ૧૫ બેઠકો માટે આજે ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અને સવારે નવ વાગ્યાથી મતદાન પ્રક્રિયાને શરૂ કરવામાં આવેલ છે જો કે, હાલમાં વાતાવરણ ઠંડુગાર હોવાથી ચૂંટણીનાં મતદાન માટે મતદારોમાં પણ ટાઢોડું જોવા મળી રહયું છે અને મતદારોની હાલમાં સમાચાર લખાઈ રહયા છે ત્યારે પાંખી હાજરી જોવા મળી રહી છે જો કે, બપોરે મતદારોની સંખ્યા વધશે તેવું સૂત્રો કહી રહ્યા છે આ ચુંટણીમાં ખેડુત પેનલમાં ૧૦ બેઠકો માટે બંને પક્ષ તરફથી ૧૦-૧૦ ઉમેદવાર તેમજ એક અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે તો વેપારી પેનલમાં ચાર બેઠકો સામે ભાજપના એક જ ઉમેદવાર છે માટે પરિણામ પહેલા જ આ ચાર પૈકીની ત્રણ બેઠકો કોંગ્રેસના ઉમેદવારો માટે નિશ્ચિત થઇ ગઇ છે અને તા ૧૨ ના રોજ વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે
