મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં પગારના નામે થયેલ ઉચાપતના કેસની નિષ્પક્ષ તપાસ કરવા મહેશભાઇ રાજ્યગુરુની માંગ


SHARE













મોરબી પાલિકામાં પગારના નામે થયેલ ઉચાપતના કેસની નિષ્પક્ષ તપાસ કરવા મહેશભાઇ રાજ્યગુરુની માંગ

મોરબી શહેર કોંગ્રેના માજી પ્રમુખ દ્વારા નગરપાલિકાના રીજોનયલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં મોરબી પાલિકામા અગાઉ બોગસ રોજમદારને કામ રાખીને લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવેલ છે જેથી તેની તાપસ કરીને  જવાબદાર સામે પગલાં લેવાની માંગ કરેલ છે

મોરબી શહેર કોંગ્રેના માજી પ્રમુખ મહેશભાઇ રાજ્યગુરુએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કેપાલિકા વિવાદોનો અખાડો બની ગયેલ છે અને પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સરૂપી નાણાની ભાજપ શાસિત નગરપાલિકામાં વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૫ માં નાણાની ઉચાપતની ફરિયાદ ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન સ્પેશ્યલ સિવિલ અરજી કોંગ્રેસ પક્ષના તે સમયના વિરોધ પક્ષના નેતા ધીરુભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી કોર્ટમાં દાદ માંગેલી કે મોરબી નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ લલિતભાઇ કામરિયા અને પાલિકાના ચીફ ઓફિસર ગિરિભાઇ સરૈયાએ બિન કાયદેસર રીતે કોય પણ પ્રકારની જાહેરાત કે જનરલ બોર્ડના ઠરાવ કાળ ઉપર રોજમદાર કર્મચારીની ભરતી કરેલ છે અને આ કર્મચારીના વેતન ચૂકવવામાં ઉચાપત કરવામાં આવેલ છે. જે બાબતની હાઇકોર્ટે દ્વારા ગભિર નોંધ લેવામાં આવેલ છે

મોરબી પાલિકાએ રોજમદાર કર્મચારીને પગારનું ચૂકવણું કર્યું હતું જો કે, તેમાં મૃત્યુ પામેલા કર્મચારીને પણ પગાર આપવામાં આવેલ છે જેમાં અરજી કરનારા ધીરુભાઈ મકવાણાના પિતા ચના મકવાણા, કેશા સમાકિશોર રમા અને નબુ માનકી સહિતના અવસાન પામેલા લોકોના નામ છે અને કેટલાક તો વર્ષો પહેલા અવસાન પામેલ છે તો પણ તેના પગાર કરવામાં આવેલ છે તો આ મૃત્યુ પામેલ કર્મચારીનો પગાર ક્યાં ગયો તે સવાલ ઉઠી રહ્યો છે

પાલિકામાં પ્રજાના નાણાની ઉચાપત કરનારા ચિફ ઓફિસર ગિરિશભાઈ સરૈયા અને પ્રમુખ લલિતભાઇ કામરિયા પાસે ૮ અઠવાડીયા જવાબ આપવા હાઇકોર્ટે હુકમ કરેલ છે જેથી આ મુદે તપાસ કરી જવાબદાર સામે પગલા લેવાની માંગણી મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવેલ છે અને ઉચાપત કરવામાં આવી ત્યારે ચિફ ઓફિસર ગિરિશભાઈ સરૈયા હતા જે હાલમાં પણ મોરબી પાલિકામાં ચિફ ઓફિસર છે માટે તેની બદલી કરીને તપાસથી દૂર રાખવાની અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે






Latest News