માળીયા મિંયાણામાં વિવેકાનંદનગરમાં ૭૨૦ બોટલ દારૂ સાથે એક પકડાયો, બે ની શોધખોળ
SHARE









માળીયા મિંયાણામાં વિવેકાનંદનગરમાં ૭૨૦ બોટલ દારૂ સાથે એક પકડાયો, બે ની શોધખોળ
મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં પોલીસે બાતમીના આધારે માળીયાના વિવેકાનંદનગર ગામના પાટિયા પાસેથી નીકળેલ શખ્સને અટકાવીને ઉલટતપાસ કરતા મળેલી બાતમીના આધારે ખેતરમાંથી ૭૨૦ બોટલ દારૂ મળી આવી હતી જેથી કરીને દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવેલી છે અને બે બુટલેગરોના નામ ખૂલતાં તેની સામે પણ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને બંનેની શોધખોળ હાથ ધરાયેલ છે.
ખેતરમા વેચાણ અર્થે ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારવામાં આવેલ છે તેવી બાતમી મળી હોય મોરબી જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાના તેમજ મદદનીશ પોલીસવડા અતુલકુમાર બંસલ અને સીપીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ માળીયા પોલીસ મથકના પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા સ્ટાફના ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજા સહીતના પોલીસ સ્ટાફના માણસો રાઉન્ડમાં હતા તે દરમ્યાન પીએસઆઇ ચુડાસમાને ખાનગીરાહે બાતમી મળી હતી કે વિવેકાનંદનગરના પાદર પાસે કુંભાતરના માર્ગે ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો કટીંગ કરીને ઉતારવામાં આવેલ છે તેથી ત્યાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી પોલીસને ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની મેકડોવલ્સ નં-૧ બ્રાન્ડની કુલ ૭૨૦ બોટલો મળી આવતા રૂા.૨,૭૦,૦૦૦ નો દારૂનો જથ્થો તેમજ સુઝુકી એક્સેસ સ્કુટર કિંમત રૂા.૫૦,૦૦૦ ની સાથે સ્થળ ઉપરથી જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ.૪૮) રહે.વિવેકાનંદનગર મોટા દહીસરા તા.માળીયા જી.મોરબી મળી આવતા તેની ધરપકડ કરીને તેની આગવી ઢબે કરાયેલ પુછપરછમાં અજયસિંહ ભાવુભા જાડેજા રહે.મોટા દહીસરા તા.માળીયા(મિં.) અને હરદેવસિંહ ભાવુભા જાડેજા રહે.મોટા દહીસરા તા.માળીયા(મિં.)ના નામો ખુલતા ત્રણેય સામે ગુનો દાખલ કરીને અજયસિંહ અને હરદેવસિંહની પોલીસે શોધખોળ હાથ ધરાયેલ છે.
મહિલા સારવારમાં
મોરબીના વજેપર શેરી નંબર ૧૭ માં રહેતા લીરીબેન લક્ષ્મણભાઈ ડાભી નામની મહિલા વજેપર વિસ્તારમાં આવેલા આશાપુરા માતાના મંદિર પાસે રિક્ષામાંથી નિચે ઉતરી રહ્યા હતા ત્યારે પડી જતા ઇજાઓ થતા અત્રે આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના શકત સનાળા પાસે ઓમ શાંતિ સ્કૂલ નજીક રહેતા જેલાબેન ડુંગરભાઇ આદિવાસી નામની ૩૦ વર્ષીય મહિલાએ કપાસમાં છાંટવાની દવા પી લેતા તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી.જેલાબેનનો લગ્નગાળો નવ વર્ષનો હોય હાલ બનાવ અંગે નોંધ કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇે બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરી છે.
