મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા


SHARE









હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા

હળવદ પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે હળવદ પોલીસે જુના દેવળિયા ગામની સીમમાં સુરવદર જતા રસ્તે જીઇબીની પાછળ વોંકડાના કાંઠે રેડ કરી હતી.જ્યાં જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હતો.અને ચાર લોકો જુગાર રમી રહ્યા હતા જેમાં પોલીસની રેડ દરમિયાન સ્થળ ઉપરથી જયેશ ઉર્ફે જયલો બળદેવભાઇ પાટડીયા કોળી (૨૩) રહે. સુંદરગઢ તા.હળવદ અને પ્રશાંત ધનજીભાઇ ભોજવિયા દેવીપુજક (૪૭) રહે.જૂના ઘાંટીલા તા.માળીયા મિંયાણા સ્થળ ઉપરથી જુગાર રમતા મળી આવ્યા હતા.જ્યારે પોલીસને જોઈને મુન્ના જાદવજીભાઇ કોળી રહે.જુના દેવડીયા અને રમણીક ઉર્ફે બુધો ઉર્ફે મુન્નો અવચરભાઇ કોળી રહે.સુંદરગઢ તા.હળવદ વિગેરે ભાગી છુટયા હતા.હાલ પોલીસે સ્થળ ઉપરથી પકડાયેલા બે ઇસમોની રોકડા રૂપિયા ૧૧,૨૦૦ તથા છ મોટરસાયકલ જેની કિંમત રૂા.૧,૨૦,૦૦૦ એમ કુલ મળીને ૧,૩૧,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ઉપરોકત તમામ સામે જુગારધારા મુજબ ગુનો દાખલ કરીને ભાગી છુટેલા ઇસમોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા કૈલાસ બાબુભાઈ જંજવાડીયા નામના ૨૮ વર્ષના યુવાનને રાત્રિના ૧૧ વાગ્યે વીસી ફાટક ઉતરતા ગર્લ્સ સ્કુલ નજીક મારામારીના બનાવમાં માથાના ભાગે ઇજા થઈ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના લાલપર ગામે આવેલ સંતોષ સિરામિક પાસે રહેતા વિવેક રાજદેવ યાદવ નામના ૨૬ વર્ષના યુવાનને બપોરના દોઢેક વાગ્યાના અરસામાં બાઇક હડફેટે ઇજા થતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો.તેમજ વાંકાનેરના લાલપર ગામે ઘરે ફિનાઈલ પી ગયેલ ઇમરાન હનીફભાઈ નાગોર નામના ૩૫ વર્ષના યુવાનને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે.જ્યારે માળિયા મીંયાણાના રાસંગપર ગામે ઘર નજીક ડીડીટી છાંટતા સમયે ડીડીટી શ્વાસમાં ચડી જતા યાસીન જુસાભાઈ જામ નામના ૩૫ વર્ષના યુવાનને પણ સારવાર માટે અત્રે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો.

છરી સાથે પકડાયો

હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હળવદના ત્રણ રસ્તા પાસેથી પસાર થતા મહેન્દ્ર તુલસીભાઈ ચૌહાણ (૨૬) રહે.સુંદરીભવાની તા.હળવદને અટકાવ્યો હતો.અને તેની અંગ જડતી લેતા તેના પેટના નેફામાંથી ધારદાર છરી મળી આવી હોય હથીયાર બંધીના જાહેરનામાના ભંગ બદલ તેના વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.




Latest News