તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રાણેકપર ગામે જીલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઇ


SHARE











મોરબીના રાણેકપર ગામે જીલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઇ

મોરબીના હળવદ તાલુકાના રાણેકપર ગામે ગુજરાત પ્રદેશ ઓ.બી.સી.ના ચેરમેન ઘનસ્યમભાઇ ગઢવીની સૂચના મુજબ મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સી.ના પ્રમુખ રાજુભાઈ આહિરના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સી વિભાગની વિસ્તૃત કારોબારીની મિટિંગ યોજવામાં આવી હતી. હળવદ તાલુકા કૉંગ્રેસ ઓ.બી.સી. પ્રમુખ જીલુભાઈ પરમાર તેમજ ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ બાબરીયાની મેહનતથી મોરબી જિલ્લાની વિસ્તુત કારોબારીની મિટિંગ યોજાય હતી તેમજ હળવદ તાલુકા કૉંગ્રેસના ૫૦ જેટલા નવનિયુક્ત હોદેદારોની નિમણુકો આપવામાં આવી હતી.

આ તકે મોરબી જિલ્લા ઓ.બી.સી પ્રમુખ રાજુભાઇ આહિર દ્વારા સંગઠન વધુ મજબૂત કરી આવનારી જિલ્લાની વિધાનસભાની ત્રણય બેઠક ઉપર કૉંગ્રેસને વિજય બનાવવા હાકલ કરી હતી.કાર્યક્રમમાં ડો.રાણા (હળવદ તાલુકા પ્રમુખ), મોરબી જિલ્લા પ્રભારી ડો.દિનેશભાઇ પરમાર, મોરબી જીલ્લા ઓ.બો.સી પ્રભારી પ્રવીણભાઈ  મૈયડ, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જ્યંતીભાઈ પટેલ, મોરબી જિલ્લા ઓ.બી.સી મહામંત્રી મનસુખભાઇ વાઘેલા, નારણભાઈ સોનાગરા, એલ.એમ.કંજારીયા,  હેમાંગભાઈ રાવલ, મહિપાલસિંહ ઝાલા, મશરૂભાઇ, ખેરભાઇ, કે.ડી.બાવરવા, રાજુભાઇ જિલરીયા, વિનુભાઈ ડાભી, નિલેશભાઈ સુરેલીયા, લખુભા ગઢવી, કે.ડી.પડસુંબિયા, લખમણભાઈ વરાણિયા તેમજ ટંકારા, હળવદ, માળીયા અને મોરબી તાલુકાના હોદેદારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓ.બી.સી પ્રમુખ રાજુભાઇ આહિર(જારીયા) એ યાદીમાં જણાવેલ છે.






Latest News