માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
મોરબીના મકાનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
SHARE
મોરબીના મકાનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં
મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ મકનસર ગામ પાસે ડિવાઇડરની કટમાંથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે પાછળથી બોલેરો ગાડીના ચાલકે બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો. આ બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બંને યુવાનોને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત બંને યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના મકનસર ગામે ધર્મ મંગળ સોસાયટીમાં રહેતા રામુભાઈ સુરેન્દ્રનગર શર્મા (23)એ બોલેરો ગાડી નંબર જીજે 36 વી 5832 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીનું બાઈક નંબર યુપી 75 એવી 0329 સાહેદ નિખિલસિંગ મહેન્દ્રસિંગ ચલાવતો હતો અને ફરિયાદી પાછળના ભાગે બેઠો હતો દરમિયાન મકનસર ગામ પાસે આવેલ ડિવાઈડરની કટ નજીક બોલેરો ગાડીના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદી તથા સાહેદના ડબલ સવારી બાઇકને પાછળથી બોલેરોના ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં ફરિયાદીને જમણા પગમાં ફેક્ચર તથા સાહેદને માથાના ભાગે ગંભીર ઇજા અને પગમાં ફ્રેક્ચર થયું છે જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.