મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ
મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE
મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીના લખધિરપુર રોડ ઉપર આવેલ કઝારીયા ઇન્ફીનિટી પ્રા.લિ. નામના કારખાનામાં 20 ફૂટની ઊંચાઈ ઉપર યુવાન વેલ્ડીંગ કામ કરી રહ્યો હતો ત્યારે કોઈપણ કારણસર ઉપરથી નીચે પટકાતા યુવાનને છાતી અને પેટના ભાગે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગર ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કઝારીયા ઇન્ફીનિટી પ્રા. લિ. કારખાનામાં વાઈઝર કોલોની ખાતે રહેતો હિમાંશુ મિશ્રા કૃષ્ણભગવાન મિશ્રા નામનો યુવાન કારખાનામાં 20 ફૂટની ઊંચાઈ ઉપર વેલ્ડીંગ કામ કરી રહ્યો હતો દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે પટકાવવાના કારણે તે યુવાનને છાતી તથા પેટના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના ભાઈ હિમાચલ મિશ્રા કૃષ્ણભગવાન મિશ્રા રહે. હાલ કઝારીયા ઇન્ફીનિટી પ્રા. લિ. લખધીરપુર રોડ મોરબી વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા મયુરભાઈ નાજાભાઇ મુંધવા (33) નામના યુવાનને વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બર 2 નજીક બાઈક અને કાર વચ્ચે થયેલા અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
યુવાન સારવારમાં
મોરબીના રફાળેશ્વર ગામ પાસે રહેતો હમીદ રમેશભાઈ વણઝારા (20) નામનો યુવાન કોઈપણ કારણસર ડેમના પાણીમાં ડૂબી જતા તેને ત્યાંથી બહાર કાઢીને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
રાજકોટનો રહેવાસી રિયાઝ હનીફભાઈ મકરાણી (34) નામનો યુવાને ટંકારા નજીક હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે 108 મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યા તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે









