મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ
SHARE
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ
નવરાત્રીમાં ગરબે રમીને માતાજીની ભક્તિ અને આરાધના કરવામાં આવે છે જેથી નવરાત્રિની સહુ કોઈ આતુરતાથી રાહ જોતાં હોય છે અને નવ દિવસ સુધી માતાજીની શ્રાદ્ધ અને ભક્તિ સાથે આરાધના કરવામાં આવે છે જો કે, નવરાત્રિ પહેલા મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રીનું આયોજન કરવામા આવ્યું હતું.
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ધો 8 થી 12 સુધીની વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓએ રાસ ગરબા રમવા માટે આવી હતી અને સતત ત્રણ કલાક સુધી દીકરીઓએ રસ ગરબા રમી હતી અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ વિદ્યાર્થીનીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સ્કૂલના મેદાનમાં યોજાયેલ પ્રિ નવરાત્રીમાં ભાગ લઈને ગરબાના અવનવા સ્ટેપ રજૂ કરનાર વિદ્યાર્થીનીઓમાંથી વિજેતા બનેલ વિદ્યાર્થીનીઓને ઈનામ આપીને સન્માનીત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ અને પ્રમોદસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા તમામ વ્યવસ્થાક કરવામાં આવી હતી.