વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક કારખાનામાં ભાગીદારીને લઈને થયેલ મારા મારીમાં દંપતિની ધરપકડ


SHARE







મોરબી નજીકના નીચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં ભાગીદારીનો ભાગ લેવા માટે મારા મારિનો બનાવ બન્યો હતો અને બંને પક્ષે સામસામે મારામારી કરી હતી બાદમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામી ફરીયાદ નોંધાતા પોલીસે હાલમાં એક ગુનામાં દંપતિની ધરપરડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર જી.આઈ.ડી.સી. પાસે આવેલ નકલંક પાર્કમાં રહેતા સાધનાબેન ગીરીશભાઈ લિખિયા (૩૬)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હંસાબેન કાંતિભાઈ જેઠલોજા અને કાંતિભાઈ જેઠલોજા રહે, પીપળી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતુ કે, કારખાનામાં ભાગ લેવા બાબતે વાતચીત કરવા માટે તેઓ કારખાને ગયા હતા ત્યારે વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ જઈને હંસાબેન તથા કાંતિભાઈએ તેઓને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી સાધનાબેનની ફરિયાદના આધારે પોલીસે હંસાબેન અને કાંતિભાઈની સામે ગુનો નોંધી તેને પકડવા માટે કાર્યવાહી હાથ ધરેલ હતી અને હાલમાં આ ગુનામાં હંસાબેન કાંતિભાઈ જેઠલોજા (52) અને કાંતિભાઈ જેઠલોજા (56) રહે, નવી પીપળી ગામ વાળા ની ધરપકડ કરેલ છે






Latest News