મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકા દ્વારા બનાવાયેલ મહેન્દ્રપરાં મેઈન રોડમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ ક્યારે..?


SHARE







મોરબી નગરપાલિકા દ્વારા બનાવાયેલ મહેન્દ્રપરાં મેઈન રોડમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ ક્યારે..?
 
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીત રજૂઆત કરીને મોરબીના મહેન્દ્રપરામાં બનેલા મેઇન રોડના કામમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે રાવ કરેલ છે.
 
તેઓએ વધુમાં જણાવ્યું છેકે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલા મહેન્દ્રપરા મેઈનરોડનું કામ થોડા સમય પહેલા કરવામાં આવેલ હતું.આ રોડ  બન્યા બાદ ખુબ જ ટુંકા સમયમાં તૂટી જવા પામેલ છે.આ રોડ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ હતો.આ રોડમાં જનતાના ટેક્સના પૈસા ખર્ચીને બનાવવામાં આવેલ હતો.પરંતુ ભ્રષ્ટાચારી લોકો દ્વારા કરાયેલ મોટા ભ્રષ્ટાચારના કારણે કામ નબળું થવા થયુ હોવાથી આ રોડ તૂટી જવા પામેલ છે.
 
જેથી તેઓએ લોકહિતમાં માંગણી કરેલ છેકે આ રોડ નવેસરથી બનાવવો જોઇએ તેમજ આ નબળા કામના જવાબદારો સામે કાયદેસરની તપાસ કરાવીને કસુરવારો સામે દંડાત્મક પગલા લેવા જોઇએ.જો આમ નહિં કરવામાં આવો તો નાછુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ અંતમાં કે.ડી.બાવરવા દ્રારા ઉચ્ચારવામાં આવેલ છે.





Latest News