હળવદના ઈશ્વરનગરથી ભણવા જતી બે બહેનનોના સ્કૂટરને ટ્રક ચાલકે હડફેટે લેતા બહેનની નજર સામે બહેનનું મોત
SHARE









હળવદના ઈશ્વરનગરથી ભણવા જતી બે બહેનનોના સ્કૂટરને ટ્રક ચાલકે હડફેટે લેતા બહેનની નજર સામે બહેનનું મોત
હળવદના ઇશ્વરનગર ગામે રહેતી પરિણીતા અને તેની કૌટુંબિક બહેન ભણવા માટે હળવદ જતી હતી ત્યારે માળીયા-હળવદ સ્ટેટ હાઇવે રોડ ઉપર સુસવાવ ગામના પાટીયા પાસે બ્રાહ્મણી નદીના પુલ ઉપર ટ્રક ચાલકે તેઓના સ્કૂટરને હડફેટે લીધું હતું અને એક યુવતીના માથા ઉપર ત્રાકનું વ્હીલ ફરી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને હાલમાં આ બનાવમાં ઇજા પામેલ પરિણીતાએ સારવાર લીધા બાદ ટ્રક ચાલક સામે ગુનો નોંધાવતાં પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં ઇશ્વરનગર ગામે રહેતી કૃપાલીબેન ધર્મેન્દ્રભાઇ કાલરીયા (ઉ.૨૧)એ હાલમાં ટ્રક નંબર જી.જે ૧૨ બીડબલ્યુ ૦૨૩૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માળીયા-હળવદ સ્ટેટ હાઇવે રોડ ઉપર સુસવાવ ગામના પાટીયાથી હળવદ તરફ બ્રાહ્મણી નદીના પુલ ઉપર આરોપી ટ્રક ચાલક પોતાના હવાલા વાળી ટ્રક લઈને આવી રહ્યો હતો ત્યારે ગફલત ભરી રીતે ટ્રક ચલાવીને ફરીયાદી અને ફરીયાદીની કુટુંબી બહેન શ્રુતીબેન બંન્ને પોતાના ગામથી સ્કૂટર નંબર જીજે ૩૬ ડી ૬૨૨૩ લઇને હળવદ મહર્ષી ગુરુકુલ ખાતે અભ્યાસ કરવા જતા હતા ત્યારે પાછળથી ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લીધું હતું જેથી સ્કૂટરમાંથી બંને બહેનો નીચે પડી હતી જેથી ફરિયાદીને ડાબા પગના અંગુઠે સામાન્ય ઇજા અને જમણાં હાથના ખંભે ઇજા થયેલ હતી જો કે, તેની કૌટુંબિક બહેન શ્રુતીબેન ઉપર ટ્રક ચડાવી દઇને માથામાં ગંભીર ઇજા કરી હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત કરીને ટ્રક ચાલક ત્યાથી નાશી ગયો હતો જેથી કરીને પોલીસે યુવતીની ફરિયાદ લઈને ટ્રક ચાલક સામે ઇ.પી.કો કલમ ૨૭૯, ૩૩૭, ૩૦૪(અ) તથા એમ.વી એકટ કમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
