હળવદના ઈશ્વરનગરથી ભણવા જતી બે બહેનનોના સ્કૂટરને ટ્રક ચાલકે હડફેટે લેતા બહેનની નજર સામે બહેનનું મોત
મોરબીના લાયન્સનગરમાં રહેતો યુવાન ઘરેથી ઇંડા લેવા ગયા બાદ ગુમ
SHARE









મોરબીના લાયન્સનગરમાં રહેતો યુવાન ઘરેથી ઇંડા લેવા ગયા બાદ ગુમ
મોરબીમાં નવલખી ફાટક પાસે આવેલ લાયન્સનગરમાં રહેતો યુવાન પોતાના ઘરેથી ઇંડા લેવા માટે જવું છું તેવું કહીને નીકળ્યા બાદ ઘરે પરત નહીં ફરતા તે ગુમ થયા હોવા અંગેની તેના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે હાલમાં ગુમસુદા ફરિયાદ લઈને ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી ફાટક પાસે આવેલ લાયન્સનગરમાં રહેતા પરેશભાઈ કિશોરભાઇ પરમાર (ઉંમર ૨૨)એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પિતા કિશોરભાઈ કાનજીભાઈ પરમાર (ઉમર ૪૫) ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આર્થિક ચિંતાના કારણે તેઓ ઘરેથી ઇંડા લેવા જાઉં છું તેવું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તે ઘરે પરત ફર્યા નથી જેથી હાલમાં પરેશભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કિશોરભાઇ પરમારને શોધવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બે બોટલ દારૂ
મોરબીના જડેશ્વર રોડ ઉપર ગુજરાત સેલ નામની દુકાન પાસેથી બાઇક નંબર જીજે ૩૬ ઇ ૮૪૦૫ પસાર થતા બાઇક લઈને જતાં યુવાનને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બે બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૭૫૦ નો દારૂ તેમજ ૨૦,૦૦૦ રૂપિયાની કિંમત બાઈક આમ કુલ મળીને ૨૦૭૫૦ ના મુદ્દામાલ સાથે મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ અવધ સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા રાજેશભાઈ પ્રભુભાઈ હીરાણી જાતે પટેલ (ઉંમર ૪૪) વાળાની ધરપકડ કરેલ છે
દેશીદારૂનો આથો
મોરબી તાલુકાના અમરેલી ગામે રહેતા ધનાજી સવજીભાઈ મકવાણા જાતે કોળી (ઉ.૪૨) પાસે દેશી દારૂ બનાવવા માટે વપરાતો આથો સંગ્રહ કરવામાં આવેલ છે તેવી હકકીત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નાના મોટા સાત બેરલની અંદરથી કુલ મળીને ૬૫૦ લીટર દેશીદારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને ધનાજી સવજીભાઈ મકવાણા જાતે કોળી (ઉંમર ૪૨) ની ધરપકડ કરેલ છે
