મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૧૦૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા: તંત્રમાં દોડધામ


SHARE







મોરબી જીલ્લામાં ૧૦૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા: તંત્રમાં દોડધામ

મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને ગઈકાલના દિવસમાં મોરબી જિલ્લાની અંદર વધુ ૧૦૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેથી જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૩૦૦થી વધી ગયેલ છે અને મોરબી શહેર તેમજ જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં લોકો કોરોનાથી સંક્રમિત થયા છે તે જોતાં આગામી દિવસોમાં કોરોના હજુ પણ લોકોની ચિંતામાં વધારો કરશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

મોરબી જીલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યામાં ચિતાજનક રીતે વધારો થઇ રહ્યો છે અને કોરોનાની બીજી લહેર વખતે મોરબીમાં કોરોનાના દર્દીઓ તેમજ તેના પરિવારજનોની હાલત દાયનીય બની ગઈ હતી તે જાણે કે લોકો ભૂલી ગાય હોય તેવી બેદરકારી હાલમાં લોકો રાખી રહ્યા છે જેથી આજની તારીખે મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં કોરોનાનો કેસ આવવા લાગ્યા છે મોરબી જીલ્લામાં ગઇકાલે ૧૭૦૦ થી વધુ લોકોના સેમ્પલ લેવામાં આવેલ હતા જેમાથી ૧૦૨ નવા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવેલ છે જો કે, કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સામે કોરોનાનું સંક્રમણ લોકોને કેવી રીતે લાગી રહ્યું છે તે સામે આવતું નથી તે હકકીત છે 






Latest News