મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વન વિભાગના નિવૃત અધિકારીઓને પગારમાં અન્યાય: કલેકટરને કરી રજૂઆત


SHARE













મોરબીના વન વિભાગના નિવૃત અધિકારીઓને પગારમાં અન્યાય: કલેકટરને કરી રજૂઆત

મોરબી વન વિભાગમાથી નિવૃત થયેલા અધિકારીઓને પગારમાં અન્યાય કરવામાં આવી રહ્યો છે જેથી કરીને અધિકારીઓ દ્વારા ઉચ્ચતર પગાર ધોરણમાં અન્યાય દૂર કરવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં લખ્યું છે કે, સરકારે વનપાલ સંવર્ગનું નામાભિધાન વન વિસ્તરણ મદદનીશ કરીને વનપાલની ભરતીના માપદંડો, ફરજ અને પગાર ધોરણ એકસરખા ૩૩૦-૫૬૦ પ્રમાણે કરેલ છે અને વર્ષ ૧૯૭૭ થી ૧૯૮૪ના સમયગાળામાં ૭૫૦ જેટલા વન વિસ્તરણ મદદનીશની ભરતી કરી હતી. પરંતુ સરકાર દ્વારા પગાર ચૂકવવામાં ભેદભાવ રાખવામા આવેલ છે અને સરકારે જે સમયે પ્રમોશન ન આપીને મળવાપાત્ર પગાર ધોરણ ૧૬૪૦-૨૯૦૦ ના બદલે૧૪૦૦-૨૬૦૦ પગાર આપીને અન્યાય કરેલ છે જેથી નિવૃત અધિકારીઓને અન્યાય સાથે આર્થિક નુકસાન થાય છે માટે વન વિસ્તરણ મદદનીશોના ઉચ્ચતર પગાર ધોરણમાં થયેલ અન્યાય અને સમયાંતરે થયેલા સુધારા વધારાને ધ્યાને લઇ જુનિયર કર્મચારીઓની સાપેક્ષમાં સિનિયર કર્મચારીઓને પગારમાં થતો અન્યાય દૂર કરવાની માંગ કરેલ છે




Latest News