મોરબી જીલ્લામાં ૧૦૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા: તંત્રમાં દોડધામ
મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત
SHARE









મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત
મોરબીના રફાળેશ્વર અને મકનસર વચ્ચે ટ્રેનની હડફેટે આવી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના આ બનાવની સ્ટેશન મસ્તરે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને પોલીસે મૃતકની ઓળખ મેળવીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર રેલવે ટ્રેક ઉપર રફાળેશ્વર અને મકનસર વચ્ચે અંદાજે ૪૭ વર્ષનો યુવાન ટ્રેન હડફેટે આવી ગયો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવની મકનસર રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર ડી.એલ.વર્માએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે અને તેના વાલીને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ બનાવની તપાસ કરતાં અજીતસિંહ પરમાર પાસેથી મળેલ માહિતી મુજબ મૃતકનું નામ ગેલાભાઈ મંગળભાઈ ડાગશિયા (૪૭) રહે, મૂળ ખેડા જિલ્લાના મેલેજ ગામનો રહેવાસી અને હાલ મેગનમ સિરામિક લેબર કવાર્ટર રફાળેશ્વર મોરબી વાળો હોવાનું સામે આવેલ છે
