મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે અગાઉ થયેલ મારામારીમાં વળતો હુમલો, ફરીયાદ નોંધાતા તપાસ ચાલુ


SHARE







મોરબીના સામાકાંઠે અગાઉ થયેલ મારામારીમાં વળતો હુમલો, ફરીયાદ નોંધાતા તપાસ ચાલુ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે રામ કૃષ્ણનગર પાસે અગાઉ એકટીવા ધીમું ચલાવવાનું કહેવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતનો ખાર રાખીને ચાર શખ્સો દ્વારા યુવાન અને બે મહિલા સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓને મારવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણ નગર બ્લોક નંબર બી-1 માં રહેતા ભરતભાઈ દિનેશભાઈ કણજારીયા (ઉમર વર્ષ 25)એ હાલમાં હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા સુખદેવસિંહ જાડેજા તેમજ હિતેન્દ્રસિંહનો ભાઈ તેમજ અજાણ્યા બે શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ થી કુળદેવી પાન વચ્ચે આવેલ બહુચર સિઝન સેન્ટર ની દુકાન પાસે અગાઉ એકટીવા ધિમુ ચલાવવા બાબતે બોલાચાલી થઇ હતી તે બાબતનો ખાર રાખી ને આરોપીઓએ કારમાં આવીને હિતેન્દ્રસિંહ તેમજ તેના ભાઈ અને અન્ય બે શખ્સોએ યુવાનને લાકડી વડે માર માર્યો હતો તેમજ ત્યાં વચ્ચે પડેલ કિંજલબેન, હીનાબેન અને તેના પિતા દિનેશભાઈને પણ માર મારવામાં આવ્યો હતો જેથી કરીને યુવાન સહિતનાને ઇજા થયેલ હોવાથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિતેન્દ્રસિંહ સહિત કુલ મળીને ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.






Latest News