મોરબીના સામાકાંઠે અગાઉ થયેલ મારામારીમાં વળતો હુમલો, ફરીયાદ નોંધાતા તપાસ ચાલુ
મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડ રાજકોટ ખસેડાયા
SHARE









મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડ રાજકોટ ખસેડાયા
મોરબીના સામાકાંઠે જુના ઘુંટુ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈકમાં ઘર તરફ જઈ રહેલા આધેડને ટ્રકના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત આધેડને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર ધક્કાવાળી મેલડી માતાના મંદિર પાસે આવેલ ગુજરાત સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત એસઆરપી મેન મૂળજીભાઈ દેવજીભાઈ ચૌહાણ (ઉમર ૬૨) ની મોરબીના ઘૂંટુ રોડ ઉપર દુકાન આવેલ છે અને દુકાનેથી તેઓ બાઇક લઇને પરત ઘર તરફ જવા માટે નિકળ્યા હતા.ત્યારે ટ્રકના ચાલકે મૂળજીભાઈ દેવજીભાઈ ચૌહાણને હડફેટે લીધા હતા જેથી ઇજાગ્રસ્ત મૂળજીભાઈને અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અહીં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેઓને રાજકોટ લઇ જવાયા હોવાનું અને બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના રફાળેશ્વર નજીક વરૂડી માતાના મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કિશન કેશાભાઈ બાવરી નામના બાર વર્ષીય તરૂણને ઇજાઓ થતાં સારવારમાં સીવીલે લાવવામાં આવ્યો હતો. જ્યારે રતનપરના રહેવાસી ભાનુબેન સામતભાઈ જખવાડા નામની ૨૫ વર્ષીય મહિલાને મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેમના પતિ સામતભાઈ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવ્યા હતા બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ આગળની તપાસ હાથ ધરી છે.
ગુમ થયેલ યુવતી પરત
મોરબીના સામાકાંઠે સર્કીટ હાઉસની સામે આવેલ વિદ્યુતનગર ગરબી ચોક વિસ્તારમાં રહેતા દિપેશભાઈ નવનીતભાઈ રાવલની ૧૮ વર્ષીય દીકરી અંજલીબેન ઘરેથી કહ્યા વગર ગુમ થઈ ગઈ હતી જેથી પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.દરમિયાનમાં મોડી સાંજના અંજલીબેન જાતે પોતાના ઘેર પરત ફર્યા હતા અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની આગળની તપાસ હાથ ધરી છે.જયારે મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે રહેતા જીવતીબેન સવજીભાઈ ધનાણી નામના નેંવુ વર્ષિય વૃદ્ધાને ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેમને સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
