મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડ રાજકોટ ખસેડાયા
ટંકારાના અમરાપર પાસે કાર રોડ સાઈડમાં નીચે ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત
SHARE









ટંકારાના અમરાપર પાસે કાર રોડ સાઈડમાં નીચે ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત
ટંકારા તાલુકાના અમરાપર ગામ પાસેથી પસાર થઈ રહેલી કારના ચાલકે પોતાની કારના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને કાર રોડની સાઈડમાં આવેલા વેણમાં જતી રહી હતી અને અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઇને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે યદુનંદન-2 માં રહેતા યોગેન્દ્રસિંહ કિર્તિસિંહ જાડેજા (ઉમર વર્ષ 35) પોતાની મહેન્દ્ર કંપની કાર નંબર જીજે 36 ટી 4311 ને લઈને ટંકારા તાલુકાના અમરાપર ગામ પાસેથી વાંકાનેર તરફ જઈ રહ્યા હતા ત્યારે અમરાપર નજીક આવેલ વળાંકમાં તેણે પોતાની ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને ગાડી રોડની બાજુમાં આવેલા વેણમાં જતી રહી હતી અને અકસ્માત સર્જાયો હતો અકસ્માતના આ બનાવની અંદર ઈજા થવાના કારણે યોગેન્દ્રસિંહ જાડેજાનુ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને આ બનાવમાં હાલમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ જયેન્દ્રસિંહ જાડેજા (ઉમર વર્ષ 43) ની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
