મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પતંગની દોરીથી ઘાયલ થયેલ ૯૫ માંથી ૧૧ પક્ષીના મોત


SHARE







મોરબીમાં પતંગની દોરીથી ઘાયલ થયેલ ૯૫ માંથી ૧૧ પક્ષીના મોત

મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા ત્યારે પતંગની દોરી વાગવાથી ઘણા પક્ષીઓ ઘાયલ થાય હતા જો વાત કરીએ મોરબીની તો કર્તવ્ય જીવદયા કેન્દ્રને ૯૫ પક્ષી ઘાયલ હોવાના કોલ મળ્યા હતા જેથી આ યુવાનોની ટીમ ત્યાં પહોચી હતી જો કે, તે પૈકીના ૧૧ પક્ષીઓને સારવારમાં મોત નીપજ્યા હતા અને બાકીના પક્ષીઓને સારવાર આપી દેવામાં આવી હતી.

મોરબીમાં  કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ગઇકાલે મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હતા ત્યારે પતંગની દોરી વાગવાથી ઘણા પક્ષીઓ ઘાયલ થાય હતા અને અંદાજીત ૯૫ ઘાયલ પક્ષીઓની કર્તવ્ય જીવદયા કેન્દ્રના હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરવામાં આવી હતી જેથી કરીને તાત્કાલિક ટીમે ત્યાં પહોચીને પક્ષીને બચાવવા માટેની કામગીરી કરી હતી જો કે, ૧૧ નિર્દોષ પક્ષીઓને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યાં હતા અને મોરબીના જે લોકો દ્વારા પક્ષી બચાવો અભિયાનમાં જોડાઈને તાત્કાલિક ઘાયલ પક્ષીની જાણ કરવામાં આવી હતી તેમનો સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને આવી જ રીતે સરકારી તંત્ર દ્વારા પણ સરકારી પશુ દવાખાના સહિતના સ્થળોએ કરુણા હેલ્પ લાઇન અંતર્ગત કામગીરી કરીને ઘાયલ થઈને આવેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.






Latest News