મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદનાં ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં તસ્કરના ધામા : દાન પેટી તોડીને આસરે ૭૦ હજારની ચોરી


SHARE









હળવદનાં ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં તસ્કરના ધામા : દાન પેટી તોડીને આસરે ૭૦ હજારની ચોરી

હળવદ તાલુકાનાં ચરાડવા ગામ પાસે આવેલ મહાકાળી આશ્રમમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને મંદિરમાં મુકવામાં આવેલ દાન પેટીને તોડીને તેમાંથી રોકડા અંદાજે ૭૦ હજાર રૂપિયાની ચોરી કરેલ છે જેથી કરીને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીના આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા વનરાજભાઈ વાઘજીભાઈ પઢીયાર જાતે રાજપૂત (ઉમર ૨૬)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીના બનાવની અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ચરાડવા ગામની બાજુમાં આવેલ મહાકાળી આશ્રમ ખાતે અજાણ્યા તસ્કરે તા. ૧૪ ના રોજ રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ધામા નાખ્યા હતા અને મંદિરમાં મુકવામાં આવેલ દાન પેટીને તોડીને તેમાં રહેલા અંદાજે ૭૦ હજાર રૂપિયા જેટલી રકમની ચોરી કરીને તસ્કર લઇ ગયેલ છે જેથી કરીને હાલમાં ચોરીના આ બનાવની હળવદ પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે. 

બે બોટલ દારૂ 

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ છોટાલાલ પેટ્રોલ પંપ સામેથી પસાર થઇ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતનો દારૃ કબજે કરીને હાલમાં કમલેશભાઈ કાનજીભાઈ શેરસીયા જાતે પટેલ (ઉમર ૩૭) રહે, રવાપર ઘુનડા રોડ મહાબલી હનુમાન મંદિરની પાસે રામસેતુ એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૩૦૫ વાળાની ધરપકડ કરેલ છે આવી રીતે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટી શેરી નંબર-૧ માંથી પસાર થતા યુવાને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી પણ દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭૫ રૂપિયાનો દારૂ કબજે કરીને લાભુભાઈ મેઘાભાઇ જુવા જાતે ગઢવી (ઉંમર ૨૪) રહે. કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરે છે.




Latest News