હળવદનાં ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં તસ્કરના ધામા : દાન પેટી તોડીને આસરે ૭૦ હજારની ચોરી
SHARE
હળવદનાં ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં તસ્કરના ધામા : દાન પેટી તોડીને આસરે ૭૦ હજારની ચોરી
હળવદ તાલુકાનાં ચરાડવા ગામ પાસે આવેલ મહાકાળી આશ્રમમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને મંદિરમાં મુકવામાં આવેલ દાન પેટીને તોડીને તેમાંથી રોકડા અંદાજે ૭૦ હજાર રૂપિયાની ચોરી કરેલ છે જેથી કરીને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીના આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા વનરાજભાઈ વાઘજીભાઈ પઢીયાર જાતે રાજપૂત (ઉમર ૨૬)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીના બનાવની અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ચરાડવા ગામની બાજુમાં આવેલ મહાકાળી આશ્રમ ખાતે અજાણ્યા તસ્કરે તા. ૧૪ ના રોજ રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ધામા નાખ્યા હતા અને મંદિરમાં મુકવામાં આવેલ દાન પેટીને તોડીને તેમાં રહેલા અંદાજે ૭૦ હજાર રૂપિયા જેટલી રકમની ચોરી કરીને તસ્કર લઇ ગયેલ છે જેથી કરીને હાલમાં ચોરીના આ બનાવની હળવદ પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે.
બે બોટલ દારૂ
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ છોટાલાલ પેટ્રોલ પંપ સામેથી પસાર થઇ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતનો દારૃ કબજે કરીને હાલમાં કમલેશભાઈ કાનજીભાઈ શેરસીયા જાતે પટેલ (ઉમર ૩૭) રહે, રવાપર ઘુનડા રોડ મહાબલી હનુમાન મંદિરની પાસે રામસેતુ એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૩૦૫ વાળાની ધરપકડ કરેલ છે આવી રીતે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટી શેરી નંબર-૧ માંથી પસાર થતા યુવાને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી પણ દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭૫ રૂપિયાનો દારૂ કબજે કરીને લાભુભાઈ મેઘાભાઇ જુવા જાતે ગઢવી (ઉંમર ૨૪) રહે. કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરે છે.