હળવદના અજિતગઢ પાસે નર્મદાની કેનાલમાં કાર ખાબકતાં નવદંપતિનું ઘટના સ્થળે જ મોત
SHARE
હળવદના અજિતગઢ પાસે નર્મદાની કેનાલમાં કાર ખાબકતાં નવદંપતિનું ઘટના સ્થળે જ મોત
મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં અજિતગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની માળીયા કેનાલમાં આજે સવારે એક કાર ખાબકી હતી અને આ કારમાં બેઠેલ નવદંપતિનું પાણીમાં ડૂબી જવાથી ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને તરવૈયાઓની મદદથી તેના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હળવદ સિવિલે ખસેડાયા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.
હળવદના અજીતગઢ ગામે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ ડાંગર જાતે આહીર અને તેમના પત્ની મિતલબેન રાહુલભાઈ આહીર આજે અજીતગઢ ગામેથી આઈ ટ્વેન્ટી કારમાં માળીયા તરફ જવા નીકળ્યા હતા ત્યારે જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકી ગામના નાલા પાસેથી પસાર થતી નર્મદાની માળીયા બ્રાંચની કેનાલમાં તેની કાર ખાબકી હતી જેથી કરીને ત્યાં હાજર રહેલા લોકોએ કેનાલમાં પડેલી કાર સાથે કેનાલમાં પડેલા લોકોને બહાર કાઢવા માટે કવાયત શરૂ કરી હતી અને પહેલા મિતલબેનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને બાદમાં રાહુલભાઈના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને પીએમ માટે હળવદ સિવિલે ખસેડવામાં આવેલ છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાનાં મેઘપર ગામે સગાઇના પ્રસંગમાં જવા માટે દંપતિ તેના ઘરેથી કાર લઈને નિકળ્યું હતું અને રસ્તામાં કાર કેનાલમાં પડવાથી બંનેના મોત નિપજ્યાં છે જેથી કરીને આહીર પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે આ બનાવની જાણ થતા ટીકર જિલ્લા પંચાયતના માજી સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડીયા, અજીતગઢના સરપંચ રજનીભાઈ પટેલ, અશ્વિનભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં ત્યાં દોડી આવ્યા હતા