મોરબીના કરાટે માસ્ટર અને યોગાચાર્ય વાલજી ડાભી દ્વારા પ્રકાશિત યોગમય જીવનશૈલી પુસ્તક વિમોચન
હળવદના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા એક પરપ્રાંતિય પરિવારને તેમના વતન નાગપુર જવા વ્યસ્થા કરી દેવાઇ
SHARE
હળવદના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા એક પરપ્રાંતિય પરિવારને તેમના વતન નાગપુર જવા વ્યસ્થા કરી દેવાઇ
ગઈકાલે સાંજે સાડા સાતેક વાગ્યાની આસપાસ એક વ્યકિતનો ગૃપને ફોન આવ્યો હતો કે એક પરપ્રાંતિય પરિવાર છે.જેમા ચાર બાળક અને પતિ-પત્ની એમ પરિવારના છ સભ્યોનો પરિવાર હતો.તેથી ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદની ટીમના સંદિપ સનુરા દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિગત જાણીને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ ટીમના મેમ્બર અજજુભાઇ, ઘનશ્યામ બારોટ, સંજય માલી, ધર્મેન્દ્ર લોદરીયા, ભાવિન શેઠ, સાગર સંધવી, અશોક પરમા સહીતની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યાં તપાસ કરતા સામે આવ્યુ હતુ કે તે લોકોને રાજકોટના એક ફેક્ટરીના માલિક દ્વારા પહેલા બોલાવવામા આવ્યા હતા કે આવી જાઓ તમારી જરુર છે રાજકોટમાં કામ મળી જશે અને ત્યાં ગયેલા આ પરિવારને કંઇ કામ મળ્યુ ન હતુ અને હાલ જરુર નથી તેમ કહીને મજુર પરિવારને કાઢી મુકયો હતો જેથી પરિવાર હળવદ સુધી પરત પહોંચ્યો હતો.જેથી પરિવાર પાસે જેટલા રૂપિયા હતા તે પુરા થઈ ગયા હતા અને પરિવાર લાચાર હતો અને ત્યારે સૌ પ્રથમ ટીમ દ્વારા તેના બેગ તેમના ખીસ્સા અને બધુ તપાસ કરીને તેઓ કંઇ ખોટુ બોલતો નથી ને તે વાતની ખરાઇ કરવામાં આવી હતી.તેમના પાસે એક રૂપિયો પણ ન હોવાથી પ્રથમ પરિવારની જમવાની વ્યવસ્થા હોટલમાં કરીને બાદમાં બધાને હળવદ રેલ્વે સ્ટેશન લાવ્યા હતા અને પછી ત્યાં તેમને તેમના વતન નાગપુર જવાનુ હતુ તાત્કાલિક કોઇ ટ્રેન ન હતી અને સવારે અમદાવાદથી ચાર વાગ્યે ટ્રેન હતી જેથી મજુર પરિવારને જમવાનુ આપીને ઓઢવાનુ કંઇ ન હોવાથી ચાર ધાબળા પણ આપ્યા હતા અને પરિવારને ટ્રેનમાં ખાવાપીવાનો નાસ્તો અને ટીકીટના પૈસા અને થોડા રૂપિયા સાથે રાખવા આપવામાં આવ્યા અને પરિવારને હળવદથી રાતે ૧૧:૩૦ ની ટ્રેનમાં અમદાવાદ મોકલી આપવામાં આવ્યા હતો અને ત્યાંથી નાગપુર જવાની ટ્રેનમાં પણ પરિવાર બેસી ગયો હતો તેના સમાચાર પણ તે મજુર ભાઇના દ્વારા સેવાભાવી ટીમને આપી દેવામાં આવ્યા હતા.