હળવદના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા એક પરપ્રાંતિય પરિવારને તેમના વતન નાગપુર જવા વ્યસ્થા કરી દેવાઇ
મોરબી પાલિકામાં વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરવા અધિકારી-કર્મચારી ઉંધા માથે
SHARE









મોરબી પાલિકામાં વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરવા અધિકારી-કર્મચારી ઉંધા માથે
મોરબી પાલિકાનો ચાલુ નાણાકીય વર્ષનો લક્ષ્યાંક પૂરો કરવા માટે પાલિકાની તમામ શાખાના કર્મચારીઓને આગમી સોમવારથી વેરા વસુલાતની કામગીરીમાં જોતરવામાં આવશે અને ૨૫ હજાર કરતાં વધુ જે મિલકતનો વેરો બાકી હશે તેને નોટિસ આપવા માટેની કામગીરી આ ખાસ ટીમ દ્વારા કરવામાં આવશે જેમાં મૂકવામાં આવેલા કર્મચારીઓ સવારે તેની કામગીરી કરશે અને બપોર પછી વેરા વસૂલાતની કામગીરી કરશે
દરેક નાણાકીય વર્ષનો લક્ષ્યાંક માર્ચ માસમાં પૂરો કરવાનો હોય છે અને હવે માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યાં સુધી પાલિકામાં ૨૫ ટકા જેટલી જ વસૂલાત થયેલ છે જેથી કરીને બાકી રહેલી ૭૫ ટકા વસૂલાતને રિકવર કરવા માટે પાલિકા દ્વારા ખાસ ટીમો તૈયાર કરવામાં આવી છે અને આગામી સોમવારથી મોરબી પાલિકાના કર્મચારીઓની ખાસ ટીમો મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં જે આસામીનો ૨૫ હજાર કરતાં વધુ વેરો બાકી હોય તેની પાસેથી વેરો વસૂલવા માટેની કામગીરી કરશે અને વધુમાં ચીફ ઓફિસર ગિરીશ સરૈયાના જણાવ્યુ છે કે, મહાવેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અને પાલિકાના હદ વિસ્તારના તમામ મિલકત ધારકોને બાકી વેરા તાત્કાલિક ભરી વિકાસ કાર્યોમાં સહકાર આપે તે જરૂરી છે જે આસામીઓએ તેમના બાકી વેરા લાંબા સમયથી ભરેલા નથી તેના નામ સરનામા સાથે નગરપાલિકામાં નામ જોગ જાહેર સ્થળોએ નામો પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત બાકીદારોના નામોની યાદી અખબારમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવશે અને જે મિલકત ધારકો દ્વારા માંગણા નોટિસ આપવા છતાં વેરો ચૂકવવા દરકાર નથી લેવાતી તેના ભૂગર્ભ ગટર અને પાણી જોડાણ કાપી નાખવા સુધીના પગલાં પાલિકા દ્વારા લેવાં આવશે
