મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નિષ્ણાંત તબીબોની ટીમે જટીલ ઓપરેશન પાર પાડયુ


SHARE







મોરબીના નિષ્ણાંત તબીબોની ટીમે જટીલ ઓપરેશન પાર પાડયુ

મોરબીની ઓમ કાન નાક ગળાની હોસ્પિટલના ડો.હિતેશ પટેલે યાદી જણાવેલ છે કે મોરબી, સુરેન્દ્રનગર ,જામનગર, કચ્છમાં સૌ પ્રથમ વખત પિચ્યુટરી ગ્રંથિની ગાંઠ (બ્રેઇન ટ્યુમર) નું ઓપરેશન નાક દ્વારા દૂરબીન (એન્ડોસ્કોપ) થી કરવામાં આવ્યું હતુ.પિચ્યુટરી ગ્રંથિ કેજે મગજના નીચેના ભાગમાં આવેલી હોય છે તે ગ્રંથિ અને મગજનો ભાગ નાકમાંથી દૂરબીન વડે અંદર જઈને ગ્રંથિ ખોલી અને તેમાંથી ગાંઠ કાઢવામાં આવી હતી.આ જટીલ ઓપરેશન મોરબીના ડો.હિતેશ પટેલ (ઓમ કાન નાક ગળાની હોસ્પિટલ) ડો.મિલન મકવાણા (ન્યુરો સર્જન આયુષ હોસ્પિટલ), ડો.પ્રેયસ પંડ્યા (શિવમ કાન નાક ગળાની હોસ્પિટલ ) અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ. દર્દી કચ્છ જિલ્લાના અંજાર ગામનું હતું દર્દીનું નામ નરેશકુમાર તુરી છે અને દર્દીએ પોતાનું ઓપરેશન બહાર ક્યાંય ચેકો મૂક્યા વગર કે ઉપરથી મગજ ખોલ્યા વગર દૂરબીનથી કરી આપવા બદલ ત્રણેય ડોક્ટરોની ટીમનો આભાર વ્યકત કર્યો હતો.






Latest News