મોરબી : માળીયાના ઘાટીલા ગામે નવદંપતીના મોત સંદર્ભે મૃતક સામે ફરિયાદ નોંધાઇ
SHARE









મોરબી : માળીયાના ઘાટીલા ગામે નવદંપતીના મોત સંદર્ભે મૃતક સામે ફરિયાદ નોંધાઇ
મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં આવેલા નવા ઘાંટીલા અને જુના ઘાંટીલા વચ્ચે નર્મદાની કેનાલમાં આઇ-૨૦ કાર પડી જવાથી નવદંપતીનું મોત નીપજયું હતું.બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના અજીતગઢ ગામના વતની એવા આહીર રાહુલભાઈ પ્રવિણભાઇ રાઠોડ (ખીમાણીયા) (ઉમર ૨૪) અને તેમના પત્ની મિતલબેન બન્ને કારમાં સવાર થઈને અજીતગઢ ગામેથી પ્રસંગમાં જવા માટે નીકળ્યા હતા.દરમિયાનમાં નવા-જુના ઘાંટીલા પાસે નર્મદાની કેનાલ પાસે કાર ઉપર કાબુ ગુમાવી દેતાં રાહુલભાઈ રાઠોડ તથા તેમના પત્ની મિતલબેન કાર સહિત નર્મદાની કેનાલમાં ખાબક્યા હતા અને તે ગોજારા બનાવમાં રાહુલભાઇ અને તેમના પત્ની મિતલબેન એમ બન્નેના મોત નિપજ્યા હતા.આ બનાવ સંદર્ભે મેહુલભાઈ આપાભાઈ રાઠોડ ખીમાણીયા જાતે આહીર (૨૭) રહે.અજીતગઢ તા.હળવદવાળાએ મૃતક રાહુલભાઈ પ્રવિણભાઇ રાઠોડ વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન હંકારીને કેનાલમાં કાર પડી જતા તેમનું તથા તેમના પત્ની મિતલબેનના મોત નિપજ્યા હોવા સબબની ફરિયાદ નોંધાવતાં માળીયા પીએસઆઈ વી.બી.રાયમાએ નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.
વ્યાજખોરની અટકાયત
મોરબી તાલુકા પોલીસ મથક ખાતે થોડાક સમય પહેલા યુવાન દ્વારા અમુક ઇસમો દ્વારા વ્યાજે નાણાં આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં અમુક ઇસમોની પોલીસ દ્રારા ધરપકડો કરવામાં આવી હતી.જે ગુનામાં એક ઇસમ પકડવાનો બાકી હતો જેની મોરબી તાલુકા પીએસઆઇ જેઠવા દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે.તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણા ધીરધાર એકટ હેઠળ ભાવેશ હરિપ્રસાદ રામાનુજ જાતે બાવાજી (૩૩) રહે. ૨-રામકૃષ્ણનગર ગાયત્રીનગર પાછળ વાવડી રોડ મોરબીની ધરપકડ કરવામાં આવેલ છે.
યુવાન સારવારમાં
મોરબીના ઉમિયાનગર વિસ્તારમાં રહેતા વિજયભાઈ ખીમાભાઈ પરમાર નામના ૩૩ વર્ષીય યુવાને કોઈ અકળ કારણોસર શક્તિ ચેમ્બર નજીક ઉંદર મારવાની દવા પી લીધી હતી જેથી ૧૦૮ વડે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના જે.એમ.જાડેજાએ તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના ભડિયાદ નજીક રહેતો રવિ પરેશભાઈ ભટ્ટ નામનો ૧૮ વર્ષીય યુવાન રફાળેશ્વર ફાટક પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે રસ્તામાં કુતરૂ આડુ ઉતરતાં તેનું બાઈક સ્લીપ થઈ જવાથી ઇજાગ્રસ્ત રવિભાઈ ભટ્ટને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.
