મોરબી નજીક ટ્રક અને ટ્રેકટર વચ્ચે કાર ઘુસાડવા જતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક યુવાનનું મોત સાવધાન રહો: ટંકારાના જબલપુર ગામે રહેતી મહિલાના મોબાઈલ ફોનમાં એપીકે ફાઇલ સેન્ડ કરીને 95 હજારની છેતરપિંડી હળવદમાં રહેતા યુવાનને ટેલિગ્રામ આઈડી બનાવી ઘરે બેઠા ટાસ્ક પૂરો કરી પૈસા કમાવાની લાલચ આપીને 4.49 લાખની છેતરપિંડી માળીયા (મી)ના સરવડ અને વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા જુદાજુદા યુવાનના મોબાઈલ ફોન હેક કરીને 5.17 લાખની છેતપરિંડી મોરબીમાં રહેતા યુવાનના બેન્ક એકાઉન્ટમાંથી 98 હજારની ઉપાડી જતાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હળવદમાં રહેતા વૃદ્ધને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી શોર્ટ ટાઈમમાં વધુ નફો કમાવવાની લાલચ આપી 24.91 લાખની ઠગાઈ માળીયા (મી)ના ખાખરેચી ગામ નજીક રેલવે ટ્રેક ઉપર ટ્રેન હેડફેટે આવી જતા યુવાનનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રક અને ટ્રેકટર વચ્ચે કાર ઘુસાડવા જતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક યુવાનનું મોત


SHARE







































મોરબી નજીક ટ્રક અને ટ્રેકટર વચ્ચે કાર ઘુસાડવા જતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક યુવાનનું મોત

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઘૂટું અને ઊંચી માંડલ ગામ વચ્ચેથી ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટાટા ટીગોર ગાડીને ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવ્યું હતું અને ટ્રેક્ટર અને ટ્રકની વચ્ચે પોતાની કાર ઘુસાડવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ધડાકાભેર કાર ટ્રેક્ટરની સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં ટ્રેક્ટર ચાલક સીટ ઉપરથી નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મહિસાસાગર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ચરાડવા ગામે પાવર હાઉસની બાજુમાં ગૌશાળા પાસે ઝૂંપડામાં રહેતા ચંદ્રિકાબેન રાકેશભાઈ ભુરીયા (33)એ હાલમાં ટાટા ટીગોર કાર નંબર જીજે 1 ડબલ્યુ એચ 7118 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઘૂટું અને ઉંચી માંડલ ગામ વચ્ચે ડિવાઇન હોટલ સામે રોડ ઉપરથી ફરિયાદીના પતિ રાકેશભાઈ તથા સાહેદ ઉદેશીંગભાઇ ટ્રેક્ટર નંબર જીજે 36 એકે 6669 વાળો ટેન્કર સાથે લઈને જતા હતા ત્યારે પાછળથી ટાટા ટીગોર ગાડીના ચાલકે બેદરકારીથી પોતાનું વાહન ચલાવીને ટ્રેક્ટર અને ટ્રકની વચ્ચે પોતાની કારને ઘુસાડી હતી અને ત્યારે ફરિયાદીના પતિના ટ્રેક્ટરની આગળના ભાગમાં બમ્પર સાથે કાર ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના પતિ રાકેશભાઈ ટ્રેક્ટરની સીટ ઉપરથી નીચે પડી જતા તેના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેઓનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સાથે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે














Latest News