મોરબીમાં રહેતા યુવાનને સ્કૂલ બસ આપવાના બહાને અમદાવાદના શખ્સે કરી 4 લાખની છેતરપિંડી મોરબીના આમરણ ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને બે વ્યક્તિ ઉપર છ શખ્સોએ લાકડી વડે કર્યો હુમલો ટંકારા નજીક પિતાએ લઘુશંકા કરવા માટે બાઇક ઊભું રાખતા ટ્રેક્ટર ચાલકે બાઈક-કિશોરને હડફેટે લેતા અકસ્માત મોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા 9 શખ્સ પકડાયા મોરબી: દવા પી ગયેલા નાળીયેરી ગામના યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીના રંગપર ગામે મારામારીમાં યુવાન અને જોધપર ગામે મારામારીમાં વૃદ્ધને ઇજા થતાં સારવારમાં મોરબીમાં ગુરુ નાનક જયંતી નિમિતે યોજાયેલ લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમમાં રાજ્યમંત્રી કાંતિભાઇ અમૃતિયા જોડાયા મારવણીયા પરિવારના સ્નેહ મિલન કાર્યકમમાં મોરબીની જેની મારવણિયાનું કરાયું વિશેષ સન્માન
Breaking news
Morbi Today

ટંકારા નજીક પિતાએ લઘુશંકા કરવા માટે બાઇક ઊભું રાખતા ટ્રેક્ટર ચાલકે બાઈક-કિશોરને હડફેટે લેતા અકસ્માત


SHARE







































ટંકારા નજીક પિતાએ લઘુશંકા કરવા માટે બાઇક ઊભું રાખતા ટ્રેક્ટર ચાલકે બાઈક-કિશોરને હડફેટે લેતા અકસ્માત

ટંકારાથી ખીજડીયા રોડ ઉપર આવેલા ઘરે જઈ રહેલા યુવાન તેના દીકરાને બાઇક ઉપર બેસાડીને જઈ રહ્યો હતો ત્યારે યુવાને લઘુશંકા કરવા માટે બાઇક ઊભું રાખ્યું હતું અને બાઈક પાસે તેને દીકરો ઊભો હતો ત્યારે બાઇક અને યુવાનના દીકરાને ટ્રેકટર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનના દીકરાને હાથે અને પગે ફ્રેકચર જેવી ઇજાઓથી થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે ઇજા પામેલા કિશોરના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેકટર ચલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારામાં શ્રીરામ મસાલા કારખાનાની સામે ખીજડીયા રોડ ઉપર રહેતા મનોજભાઈ ઉર્ફે મુન્નાભાઈ મનુભાઈ વાળા (36)એ પીળા કલરના ટ્રેક્ટરના અજાણ્યા ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું કે તેઓ પોતાના દીકરા મયુર સાથે બાઈક નંબર જીજે 13 એજે 2920 માં ટંકારાથી તેઓના ઘર તરફ જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં લઘુશંકા કરવા માટે થઈને તેઓ બાઇકને ઊભું રાખ્યું હતું ત્યારે ફરિયાદીનો દીકરો તેઓના મોટર સાયકલના ટેકે ઉભો હતો દરમિયાન ટ્રેકટરના ચાલકે ફૂલ સ્પીડમાં આવીને ફરિયાદીના દીકરા તથા તેઓના બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના દીકરાને ડાબા હાથમાં ફેક્ચર અને ડાબા પગમાં ઇજા થઈ હોય તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ઇજા પામેલા કિશોરના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે














Latest News