મોરબીના કેરાળી ગામે યુવાનને તેના જ ખેતરમાં આવીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં રહેતા યુવાનને સ્કૂલ બસ આપવાના બહાને અમદાવાદના શખ્સે કરી 4 લાખની છેતરપિંડી મોરબીના આમરણ ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને બે વ્યક્તિ ઉપર છ શખ્સોએ લાકડી વડે કર્યો હુમલો ટંકારા નજીક પિતાએ લઘુશંકા કરવા માટે બાઇક ઊભું રાખતા ટ્રેક્ટર ચાલકે બાઈક-કિશોરને હડફેટે લેતા અકસ્માત મોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા 9 શખ્સ પકડાયા મોરબી: દવા પી ગયેલા નાળીયેરી ગામના યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીના રંગપર ગામે મારામારીમાં યુવાન અને જોધપર ગામે મારામારીમાં વૃદ્ધને ઇજા થતાં સારવારમાં મોરબીમાં ગુરુ નાનક જયંતી નિમિતે યોજાયેલ લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમમાં રાજ્યમંત્રી કાંતિભાઇ અમૃતિયા જોડાયા
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને બે વ્યક્તિ ઉપર છ શખ્સોએ લાકડી વડે કર્યો હુમલો


SHARE







































મોરબીના આમરણ ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને બે વ્યક્તિ ઉપર છ શખ્સોએ લાકડી વડે કર્યો હુમલો

મોરબીના આમરણ ગામે અગાઉ થયેલ સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને છ શખ્સો દ્વારા યુવાન સહિત બે વ્યક્તિઓ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે યુવાનને ગાળો આપીને માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા બે લોકોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 6 શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા તેજાભાઈ રમેશભાઈ શિરોયા (27)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુલામહુસેમીયા બુખારી, વસીમ મહમદભાઈ સોલંકી, ઈસ્માઈલભાઈ સલેમહમદભાઈ સોલંકી, ઈકબાલભાઈ અલીભાઈ સોલંકી, સોકતભાઈ અશરફભાઈ બુખારી અને પરવેશભાઈ ઈસાભાઈ સોલંકી રહે બધા આમરણ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા સાહેદ સાજીદભાઈ રજાકમીયા બુખારી સાથે અગાઉ થયેલ સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને આરોપીઓ લાકડાના ધોકા સાથે ફરિયાદી તથા સાહેદ સાથે ઝઘડો કરીને ગાળો આપી હતી અને સાહેદને શરીરે માર મારીને ઇજાઓ કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ 6 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે














Latest News