મોરબીના કેરાળી ગામે યુવાનને તેના જ ખેતરમાં આવીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં રહેતા યુવાનને સ્કૂલ બસ આપવાના બહાને અમદાવાદના શખ્સે કરી 4 લાખની છેતરપિંડી મોરબીના આમરણ ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને બે વ્યક્તિ ઉપર છ શખ્સોએ લાકડી વડે કર્યો હુમલો ટંકારા નજીક પિતાએ લઘુશંકા કરવા માટે બાઇક ઊભું રાખતા ટ્રેક્ટર ચાલકે બાઈક-કિશોરને હડફેટે લેતા અકસ્માત મોરબી અને વાંકાનેરમાં જુગાર રમતા 9 શખ્સ પકડાયા મોરબી: દવા પી ગયેલા નાળીયેરી ગામના યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીના રંગપર ગામે મારામારીમાં યુવાન અને જોધપર ગામે મારામારીમાં વૃદ્ધને ઇજા થતાં સારવારમાં મોરબીમાં ગુરુ નાનક જયંતી નિમિતે યોજાયેલ લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમમાં રાજ્યમંત્રી કાંતિભાઇ અમૃતિયા જોડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનને સ્કૂલ બસ આપવાના બહાને અમદાવાદના શખ્સે કરી 4 લાખની છેતરપિંડી


SHARE







































મોરબીમાં રહેતા યુવાનને સ્કૂલ બસ આપવાના બહાને અમદાવાદના શખ્સે કરી 4 લાખની છેતરપિંડી

મોરબીમાં રહેતા યુવાનને અમદાવાદના શખ્સે સ્કૂલ બસ લે વેચના બહાને વિશ્વાસમાં લઈને ચાર લાખ રૂપિયા ઓનલાઈન ખાતામાં મેળવી લીધા હતા ત્યારબાદ સ્કૂલ બસ આપવામાં આવી નથી તેમજ પૈસા પાછા આપવામાં આવ્યા નથી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના રવાપર ગામ પાસે આવેલ ક્રિષ્ના સ્કૂલ સામે કલ્પ બિંદુ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 604 માં રહેતા ભાવેશભાઈ દેવજીભાઈ ભાલોડીયા (42)એ સફીમહંમદ શેખ રહે. અમદાવાદ વાળાની સામે છેતરપિંડીની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપીએ ફરિયાદીને સ્કૂલ બસના લે વેચના બહાને વિશ્વાસમાં લઈને ચાર લાખ રૂપિયા ઓનલાઈન ખાતામાં મેળવી લીધા હતા અને ત્યારબાદ સ્કૂલ બસ આપેલી નથી અને પૈસા પરત આપેલ નથી જેથી કરીને 4,00,000 ની છેતરપિંડી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે














Latest News