મોરબીના ટીંબડી પાટિયા નજીક કાર ડિવાઈડર સાથે અથડાતાં યુવાનનું મોત
મોરબીના ટીંબડી પાટિયા નજીક ટ્રકની પાછળ કાર અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
SHARE
મોરબીના ટીંબડી પાટિયા નજીક ટ્રકની પાછળ કાર અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીમાં રહેતો યુવાન ટીંબડી ગામના પાટિયા પાસે કાર લઈને પોતાના ઘર બાજુ આવી રહ્યો હતો ત્યારે ટીંબડી ગામના પાટિયા પાસે તેની કાર અજાણ્યા ટ્રકની પાછળના ભાગમાં અથડાઇ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલો હતો અને આ બનાવમાં ઇજા પામેલા યુવાનને રાજકોટ સુધી સારવાર માટે લઈ ગયા હતા જો કે, સારવાર દરમ્યાન ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે,
મોરબીમાં આવેલ નાની બજાર ખાતે રહેતા યોગરાજસિંહ ખોડુભા વાઘેલા (40) બુધવારે સાંજે પોતાની સ્વીફ્ટ કાર લઈને માળિયાથી મોરબી પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે સાંજે 7 વાગ્યાં આસપાસ ટીંબડી ગામના પાટિયા પાસે કોઈ કારણે કારના સ્ટિયરિંગ પરનો તેને કાબુ ગુમાવતા અજાણ્યા ટ્રકની પાછળના ભાગમાં અથડાઇ હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં કાર ચાલકને માથ અને શરીરે ગંભીર ઇજા થઈ હતી. જેથી તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની દોશી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમ્યાન યુવાનનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબીની નાની બજારમાં આવેલ વિશ્વકર્મા મંદીર પાસે વાઘેશ્વરી કૃપા ખાતે રહેતા દિપકસિહ ખોડુભા વાઘેલા (39)ની ફરિયાદ લઈને પોલીસે સ્વિફ્ટ કાર રજી નં. જીજ 36 બીબી 2925 ના ચાલક ફરિયાદીના ભાઈ મૃતક યોગરાજસિહ ખોડુભા વાઘેલા સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે. ઉલેખનીય છેકે, અકસ્માતના આ બનાવથી બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.