મોરબી શહેર-તાલુકામાં જુગારની જુદીજુદી 3 રેડમાં 7 શખ્સ પકડાયા મોરબીના ટીંબડી પાટિયા નજીક ટ્રકની પાછળ કાર અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના ટીંબડી પાટિયા નજીક કાર ડિવાઈડર સાથે અથડાતાં યુવાનનું મોત ટંકારાના નસીતપર ગામે રમતા રમતા બાળકોએ દીવાસળી ઘોડિયામાં નાખતા ખોયું સળગતા દોઢ માસનું બાળક દાઝી ગયું વાંકાનેરના અગાભી પીપળીયા પાસે  સ્પીડ બ્રેકર આવતા બાઈકમાંથી નીચે પડતાં વૃદ્ધ મહિલાનું મોત માળીયા (મી) નજીક બાઈકમાં સ્ટંટ કરનારા શખ્સે બે હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી મોરબી ખાતે એનપીએસ સંચય આઉટરીચ કાર્યક્રમ યોજાયો: ખેડૂતો, ગ્રામ્ય ઉદ્યોગકારો અને શ્રમિકોને પેન્શન સુરક્ષાનું અપાયું માર્ગદર્શન મોરબી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસનાં સંચાલકની પૌત્રી શ્રી ની અનેરી સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુગારની જુદીજુદી 3 રેડમાં 7 શખ્સ પકડાયા


SHARE







































મોરબી શહેર-તાલુકામાં જુગારની જુદીજુદી 3 રેડમાં 7 શખ્સ પકડાયા

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ મારુતિનંદન એપાર્ટમેન્ટ વાળી શેરીમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જ્યારે મોરબીના ગાંધી ચોક પાસે મોબાઇલમાં લૂડો ગેમમાં પાસા ફેકીને જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા અને જેતપર ગામે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા આ ત્રણેય રેડના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.જેથી કરીને જુગારમાં જુદા જુદા ત્રણ ગુના સ્થાનિક હોય છે તેમાં નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ મારુતિનંદન એપાર્ટમેન્ટ વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ધર્મેન્દ્રભાઈ દાનાભાઈ જારીયા (38) રહે. આનંદનગર તુલસી પાર્ક મોરબી, કરીમભાઈ હુસેનભાઇ ચાનિયા (55) રહે. કાલિકાપ્લોટ શેરી નં-2 મોરબી અને રમેશભાઈ ઉર્ફે મિથુન લીલાધરભાઇ કાનાબાર (63) રહે. કંડલા બાયપાસ કામધેનું સામે મારુતિનગર એપાર્ટમેન્ટ બ્લોક નં. 503 વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 7500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જ્યારે જુગારની બીજી રેડ મોરબીના ગાંધી ચોક પાસે કરવામાં આવી હતી ત્યારે ત્યાં મોબાઇલ એપ્લિકેશનમાં લૂડોની ગેમમાં પાસા ફેકી જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે મકબુલ નિઝામભાઈ ચાનિયા (30) રહે. કાલિકા પ્લોટ રવાપર રોડ મોરબી તથા મુસ્તાક અબ્દુલભાઈ સુમરા (40) રહે. વીસીપરા જલજલા પાન પાસે મોરબી વાળાની 700 ની રોકડ તથા 5000 નો મોબાઈલ ફોન આમ કુલ મળી 5700 ના મુદ્દામાલ સાથે ધરપકાર કરી હતી અને મોરબી એ ડિવિઝનમાં બંને ગુના નોંધાયા છે. તો મોરબી તાલુકાના જેતપર ગામે નદીના પુલ પાસે મેલડી માતાજીના મંદિર નજીક જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા રાઘુભાઈ ઈશ્વરભાઈ ધામેચા રહે. જેતપર અને સંજયભાઈ લક્ષ્મણભાઈ દેગામા રહે. કુબેર ટોકીઝ પાછળ મોરબી વાળા મળી આવતા પોલીસે તેની પાસેથી 500 ની રોકડ કબજે કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે














Latest News