મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટીએ જરૂરિયાતમંદ પરિવારની ધો.૧૦ માં અભ્યાસ કરતી દીકરીની સમગ્ર વર્ષની શૈક્ષણિક ફી ભરી
SHARE
મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટીએ જરૂરિયાતમંદ પરિવારની ધો.૧૦ માં અભ્યાસ કરતી દીકરીની સમગ્ર વર્ષની શૈક્ષણિક ફી ભરી
સમાજમાં અનેક પરિવારો એવા હોય છે, જેઓ આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પોતાના બાળકોને સારું શિક્ષણ આપવાનું સ્વપ્ન જોતા હોય છે.પરંતુ ક્યારેક સંજોગો એવા સર્જાય છે કે પરિવાર માટે બાળકોની શાળાની ફી ભરવી પણ મુશ્કેલ બની જાય છે.આવી જ એક જરૂરિયાતમંદ પરિવારની દીકરી, જે મોરબીની સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરી રહી છે.તેના શિક્ષણમાં સહયોગ કરવાનો અવસર મુસ્કાન વેલફેર સોસાયટીને પ્રાપ્ત થયો.પરિવારની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી છે અને પરિવારના સભ્યોની તબીબી સમસ્યાઓને કારણે સારવારનો ખર્ચ પણ વધી ગયો છે.આવી પરિસ્થિતિમાં દીકરીની શાળાની ફી ભરવી પરિવાર માટે મુશ્કેલ બની હતી.
આ બાબતને ધ્યાનમાં રાખીને મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા દીકરીના શિક્ષણમાં કોઈ અવરોધ ન આવે અને તેનું ભણતર સતત ચાલુ રહે તેવા શુભ આશયથી તેની સેન્ટ મેરી સ્કૂલની ધોરણ ૧૦ ની સમગ્ર વર્ષ દરમિયાનની શાળાની ફી ભરવામાં આવી છે.સંસ્થાનું માનવું છે કે શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે અને માત્ર આર્થિક મુશ્કેલીના કારણે કોઈ પણ દીકરીનું ભવિષ્ય અટકવું ન જોઈએ. ઈશ્વરે મુસ્કાન વેલફેર સોસાયટીને આ પરિવારની મદદ કરવાનું નિમિત્ત બનાવ્યું, એ સંસ્થા માટે આનંદ અને સંતોષની બાબત છે.મુસ્કાન વેલફેર સોસાયટીનો હંમેશાં પ્રયત્ન રહ્યો છે કે સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી શક્ય તેટલી મદદ પહોંચે અને કોઈના જીવનમાં આશાનું નવું કિરણ બની શકાય.આપ પણ આ સેવાકાર્યમાં સહભાગી બની શકો છો. જો આપ સંસ્થાના આવા સેવાકાર્યોમાં આર્થિક યોગદાન આપવા ઇચ્છતા હોવ, તો આપનું દાન જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગી બની શકે છે.જેના માટે મુસ્કાન વેલફેર સોસાયટી સંપર્ક નંબર ૯૦૧૬૯ ૭૬૯૫૪ ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે.