માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

બકનળીએ ભારે કરી: અધિકારીઓની બેદરકારીના લીધે મીઠાના અગરમાં નર્મદાનાં પાણી ઘૂસી ગયા !, મોટું નુકશાન


SHARE

















બકનળીએ ભારે કરી: અધિકારીઓની બેદરકારીના લીધે મીઠાના અગરમાં નર્મદાનાં પાણી ઘૂસી ગયા !, મોટું નુકશાન

નર્મદાની કેનાલમાંથી બકનળી મારફતે પાણી લેવામાં આવે છે જેથી કરીને ખેડૂતો પાણીનો બેફામ બગાડ કરતાં હોય છે આ વાતને સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાંથી આવી રીતે જે પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે તેના લીધે હાલમાં હળવદ તાલુકાના કીડી ગામની બાજુમાં આવેલા મીઠાના અગરમાં નર્મદાનાં મીઠા પાણી ભરાઈ ગયા છે જેથી કરીને અગરિયાઓને મોટું નુકશાન થયું છે અને એક કે બે નહિ પરંતુ અંદાજે ૧૫ કિલોમીટર કરતા પણ વધારે વિસ્તારમાં ચોમાસાની સિઝન દરમિયાન જે રીતે પાણી ભરતું હોય છે તેવી રીતે પાણી ભરાઈ ગયું છે

મોરબી જીલ્લામાં નર્મદાની કેનાલો આવે છે જેમાં હાલમાં સિચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે, પાણીનો બેફામ બગાડ કરવામાં આવતો હોવાથી હાલમાં કેનાલના પાણી હળવદ તાલુકાના કીડી ગામની બાજુમાં આવેલા મીઠાના અગરોમાં ભરાઈ ગયા છે જેથી કરીને ચાલુ વર્ષે કીડી પાસેના મીઠાના અગરમાં મીઠાનો પાક લઇ શકાય તેમ નથી કેમ કે, એક કે બે કિલો મીટર નહિ પરંતુ ૧૫ કિલો મીટર કરતા વધારે જમીનમાં હાલમાં નર્મદાનું મીઠું પાણી ભરાઈ ગયું છે જેથી કરીને ચોમાસા પછી અગરિયાઓ દ્વારા પાળા બાંધવાની તેમજ જમીન સમથળ કરવા માટેની જે મહેનત કરી હતી અને લાખો રૂપિયાના ખર્ચ કર્યા હતા તેના ઉપર હાલમાં નર્મદાનું પાણી ફરી વળ્યું છે અને છેલ્લા ૧૫ દિવસથી અહી પાણી ભરેલું છે અને પાણીની આવક હજુ પણ ચાલુ જ છે તેવી માહિતી બાબુભાઈ મજેઠીયા અને ઉઘરેજા મેઘરાજ સહિતના અગરીયોએ જણાવ્યુ છે

કિડીના રાજેશભાઈ સંખેસરીયા અને શંભુ રમેશભાઇ સહિતના લોકોએ જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં રવિ સીઝન માટે નર્મદાની કેનાલમાં ખેડૂતોને સિચાઈનું પાણી છોડવામાં આવે છે જો કે, ખેડૂતો દ્વારા ખેતરમાં પાકને પાણી આપી દેવામાં આવ્યા બાદ બક્નળી મારફતે કેનાલમાંથી કાઢવામાં આવતા પાણીને બંધ કરવામાં આવતા નથી જેથી કરીને અગરમાં મીઠાની ખેતી કરતાં બીજા ખેડૂતોને નુકશાન થાય છે હાલમાં હળવદ તાલુકા કીડી ગામ પાસે આવેલા મીઠાના અગરમાં મીઠા પાણી ભરાઈ જવાથી છેલ્લા મહિનાઓથી અગરિયાઓ દ્વારા મીઠાનો પાક લેવા માટે જે મજુરી કરવામાં આવી હતી તેના ઉપર પાણી ફરી વળ્યું છે અને અગિયારીયાઓ મુશ્કેલી  વધી ગયેલ છે કિડીના રણમાં મીઠું પકવતા અગરિયાઓ એક પાળો બનાવવા માટે મજૂરી, ટ્રેક્ટર, સોલાર સહિતનો એક લાખ જેટલો ખર્ચ થાય છે ત્યારે મીઠું પકાવવાનું કામ શરુ થતું હોય છે જો કે, હાલમાં કેનાલના પાણી મીઠાના અગરમાં ઘુસી જતા ૩૦ થી વધુ પાટા ધોવાઈ જવાથી અગરિયાઓ લાખોની નુકશાની થશે

હળવદ તાલુકાનાં કીડી ગામ નજીક આવેલ મીઠાના અગરીયામાં છેલ્લા ૧૫ દિવસ કરતા વધુ સમયથી પાણી ભરાઈ ગયા છે અને તેની અધિકારીઓને આ વખતે પીએન જાણ કરવામાં આવી છે તો પણ કોઈ અગરિયાઓની દરકાર લેવા માટે આવ્યું નથી અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ચાર થી પાંચેક વર્ષથી આ રીતે અગરીયાના અગરમાં નર્મદાનાં મીઠા પાણી આવી જાય છે જેથી કરીને દરવર્ષે ખેડૂતોને નુકશાન થાય છે અને હાલમાં જે પાણી અગરમાં છે તે કયારે સુકાશે તે કહેવું મુશ્કેલ છે ત્યારે અગરિયાઓના પાળા બનાવવા સહિતની કામગીરીમાં જે ખર્ચા થયા છે તેની સામે સરકારી બાબુઓ અને ખેડૂતોની બેદરકારીના લીધે અગરમાં નુકશાન થઈ રહ્યું છે જેથી કરીને સરકાર તરફથી સહાય આપવામાં આવે આ ને નર્મદાનાં પાણી અગરમાં આવતા રોકવા માટે નક્કર કામ કરવામાં આવે તેવી અગરીયાઓની માંગ છે




Latest News